સુરતમાં ઘર કંકાસથી કંટાળેલ યુવક મોતને વહાલું કરવાનો વિચાર કરી તાપી નદીમાં ઝંપલાવવા ગ્રીલ ઉપર ચઢ્યો અને પછી… જુઓ વીડિયો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ઘણા ઓછી ઉંમરના બાળકો પણ પરીક્ષામાં સફળ ન થવાના કારણે કે ઓછા માર્ક્સ આવવાના કારણે આપઘાત કરી લેતા હોય છે, તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે પણ મોતને વહાલું કરતા હોય છે તો કોઈ ઘર કંકાસથી કંટાળીને મોતને વહાલું કરવાનો વિચાર કરતા હોય છે.

હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં તાપી નદી ઉપર બનેલી ગ્રીલ ઉપર આપઘાત કરવા માટે ચઢેલા એક વ્યક્તિને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વ્યક્તિ ઘર કંકાસથી કંટાળી અને આપઘાત કરવા જતો હોવાનું સામે આવ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં મહાનગરપાલિકા દ્વારા આપઘાત કરતા લોકોને અટકાવવા માટે તાપી નદી ઉપર ગ્રીલ બનાવવામાં આવી છે, પરંતુ અમરોલી વિસ્તારમાં રહેતો એક યુવક પોતાના ઘર કંકાસથી એટલો કંટાળી ગયો કે તેને મોતને વહાલું કરવાનો વિચાર કરી લીધો.

જેના બાદ તે આપઘાત કરવા માટે અમરોલીમાંથી પસાર તથા તાપી નદીના બ્રિજ ઉપર પહોંચી ગયો. જ્યાં 10 ફૂટ ઊંચી ગ્રીલ લગાવેલી હોવા છતાં પણ તે યુવક ગ્રીલ ઉપર ચઢી ગયો, આ યુવકને ગ્રીલ ઉપર ચઢતા જોઈને બે વ્યક્તિઓ ત્યાં પહોંચ્યા અને સતર્કતા દાખવી અને તેને નીચે ઉતાર્યો. જેના બાદ તેને સમજાવી અને આપઘાત કરવાનો વિચાર માંડી વળાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આપઘાત કરવાનો વિચાર માંડી વાળી યુવક તેના ઘરે પહોંચ્યો હતો. આ ઘટના ત્યાં ઉભેલા કોઈ સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. જેના બાદ આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel