“મમ્મી પપ્પા મને માફ કરજો ! હું સરકારી નોકરી….!” વૉટ્સએપમાં સ્ટેટ્સમાં લખીને યુવકે નદીમાં ઝંપલાવ્યું, અંતિમ શબ્દો ખુબ જ દર્દનાક છે…

ગુજરાત સમેત દેશભરમાં આપઘાતની ઘણી ઘટનાઓ રોજ બરોજ સાંભળવા મળતી હોય છે. ઘણા નાની ઉંમરના યુવાનો અને બાળકો પણ આપઘાત કરીને મોતને વહાલું કરતા હોય છે. ત્યારે ઘણીવાર આપઘાતના એવા કિસ્સાઓ પણ સામે આવે છે જેને જોઈને કોઈનો પણ આત્મા કંપી ઉઠે. ત્યારે હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં એક યુવકે સરકારી નોકરી ના મળવાના કારણે આપઘાત કરી લીધો હતો.

ન્યૂ આગ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા ટાલ્ફીમાં રવિવારે રાત્રે સેનામાં ભરતીની તૈયારી કરી રહેલા એક યુવકે યમુનામાં કૂદી પડ્યો. તે નોકરી ના મળવાના કારણે તણાવમાં હતો. તેણે નદીમાં ઝંપલાવતા પહેલા વોટ્સએપ સ્ટેટસ પર આપઘાત વિશે લખ્યું છે. બોટમાંથી તેનો મોબાઈલ અને ચપ્પલ મળી આવ્યા હતા. મોડી રાત્રે પોલીસ યુવકને શોધી રહી હતી.

ન્યૂ આગ્રા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર વિજય વિક્રમ સિંહે જણાવ્યું કે યુવક કરમવીર સિંહ પૌનિયા સેનામાં ભરતીની તૈયારી કરી રહ્યો હતો. તેના પરિવારજનોએ જણાવ્યું કે તેને સરકારી નોકરી મળી રહી નહોતી. જેના કારણે તે ઘણા દિવસોથી પરેશાન હતો. રાત્રે કર્મવીરના યમુનામાં કૂદકો માર્યાની જાણ પરિવારને થઈ. આ સમાચાર મળતાં જ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

કર્મવીરે પોતાના વોટ્સએપ સ્ટેટસ પર લખ્યું કે મમ્મી-પપ્પા મને માફ કરો. મને કોઈ સરકારી નોકરી ન મળી. હું આપઘાત કરી રહ્યો છું આના પર પોલીસે યમુનામાં શોધખોળ કરી. પોલીસે જણાવ્યું કે યુવક તરવું પણ જાણે છે. અંધારાના કારણે શોધ થઈ શકી ન હતી. સોમવારે સવારે ફરી યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી. યુવકની શોધમાં મોટી સંખ્યામાં ગામના લોકો પણ પહોંચી ગયા હતા. હાલ તો પરિવારની હાલત ખરાબ છે.

દયાલબાગ વિસ્તારના નાગલા ટેલ્ફીમાં રહેતા 20 વર્ષીય કર્મવીર સિંહ પૌનિયાનું બાળપણનું સપનું હતું કે તે સેનામાં નોકરી મેળવે. આ માટે તે 1 વર્ષથી વધુ સમયથી ખંતપૂર્વક તૈયારી પણ કરી રહ્યો હતો. પરંતુ અચાનક સરકારની અગ્નિપથ યોજના આવી. આમાં તમને માત્ર 4 વર્ષ માટે જ નોકરી મળશે. તે પછી નિવૃત્ત થશે. સૈન્યમાં કાયમી જોડાણ ખતમ થયા બાદ તે ડિપ્રેશનમાં હતા.

Niraj Patel