આ યુવકે SUV કાર લઈને રોડ ઉપર કર્યો દિલ ધડક સ્ટન્ટ, કારનું સ્ટેરીંગ છોડી અને ચાલુ ગાડીએ દરવાજા ઉપર બેઠો, વીડિયો વાયરલ થતા જ પોલીસ…

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને આજના યુવાનો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કંઈપણ  કરતા હોય છે, ઘણા લોકો કાર અને બાઈક ઉપર એવા એવા સ્ટન્ટ કરતા હોય છે જેને જોઈને આપણી પણ આંખો ચાર થઇ જાય. ઘણીવાર આવા જોખમ ભરેલા સ્ટન્ટ મોત સાથે પણ ભેટો કરાવતા હોય છે અને આવા સ્ટન્ટ વાયરલ થતા જ પોલીસ પણ એક્શન મોડમાં આવી જાય છે.

ત્યારે હાલ એવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સ્કોર્પિયોમાં એક યુવક ડ્રાઈવરનું સ્ટિયરિંગ છોડીને ચાલતા વાહનમાં ગેટ ખોલીને તેના પર બેઠો જોવા મળે છે. વીડિયોના શૂટિંગ દરમિયાન આ ખતરનાક સ્ટંટના કારણે અન્ય ડ્રાઇવરોને પણ મોટી દુર્ઘટનાનો ખતરો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની નોંધ લેતા, ગાઝિયાબાદ પોલીસે ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનની પોલીસને તપાસ અને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. પોલીસ સ્ટેશનના પ્રભારી મનીષ બિષ્ટનું કહેવું છે કે વાયરલ વીડિયો એલિવેટેડ રોડનો જણાવવામાં આવ્યો છે, પરંતુ તે ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શૂટ કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ થઈ નથી.

વાયરલ વીડિયોમાં પોલીસકર્મીઓ યુવકની ઓળખ માટે એલિવેટેડ રોડ પર આવતા લોકો પર સતત નજર રાખી રહ્યા છે. તેમની ઓળખ થતાં જ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત એસપી ટ્રાફિક રામાનંદ કુશવાહનું કહેવું છે કે વાયરલ થયેલો વીડિયો હાલનો નથી દેખાતો, તેમાં આછું ધુમ્મસ પણ દેખાઈ રહ્યું છે. તપાસ દરમિયાન વીડિયોમાં દેખાતા વાહનનો નંબર એકપણ સ્કોર્પિયો વાહનમાંથી મળ્યો નથી. હાલ ટ્રાફિક પોલીસ વાહન ચાલકની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વાયરલ વીડિયોમાં યુવક ચાલતી એસયુવીની ડ્રાઇવિંગ સીટ છોડીને સ્ટંટ કરી રહ્યો હતો. આ યુવક દરવાજા પર લટકતો રહે છે તો ક્યારેક કારનો દરવાજો ખોલે છે અને તેના પર બેસીને  માથાના વાળ સરખા કરવા લાગે છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેની સામે ફરિયાદ નોંધી યુવકની શોધ શરૂ કરી હતી. આ મામલો ગાઝિયાબાદના એલિવેટેડ રોડનો જણાવવામાં આવી રહ્યો છે.

Niraj Patel