આ ભાઈએ ગંદા પાણીમાં લગાવી ડૂબકી, લોકોને લાગ્યું કે ડૂબી ગયો અને પછી બીજી જ ક્ષણે બહાર એવી વસ્તુ કાઢી કે ખુશ થઇ ગયો.. જુઓ વીડિયો

ઊંડા પાણીમાં ઉભા રહેલા આ વ્યક્તિએ પહેલા તો લગાવી ડૂબકી… લોકોને લાગ્યું ગયો.. પણ બીજી જ ક્ષણે કર્યું એવું કે લોકો પણ જોતા જ રહી ગયા.. જુઓ વીડિયો

catching fish video : સોશિયલ મીડિયા (social media) માં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ (viral video) થતા હોય છે. જેમાં કેટલીક એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. તો કેટલાક વીડિયો એવા હોય છે જેના પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની જાય છે. હાલમાં જ એક એવો જ વીડિયો જોવા મળી રહ્યો છે, જે આ દિવસોમાં લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે.

વીડિયોની શરૂઆતમાં એક માણસ પાણીની અંદર ઊભેલો જોવા મળે છે, જે પાણીમાં ડૂબકી મારે છે. થોડીવાર માટે તો એવું લાગે છે કે તે વ્યક્તિ પાણીમાં ડૂબી ગયો છે. પરંતુ તે વ્યક્તિ આંખના પલકારામાં પાણીની નીચે ડૂબકી મારીને માછલીને પાછી લાવે છે અને લોકો પણ હેરાન રહી જાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે તે વ્યક્તિ તેના બંને હાથમાં માછલી પકડેલો જોવા મળી રહ્યો છે, અને પછી આ માછલીને બહાર ઉભેલા તેના પાર્ટનરને ફેંકીને બહાર આપે છે. વીડિયોને જોઈને અંદાજો લગાવી શકાય છે કે સામે ઉભેલા કોઈ વ્યક્તિએ આ વીડિયો બનાવ્યો છે, જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Balıkçı Amca (@balikvideolari)

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર balikvideolari નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે અને સેકન્ડો લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. સાથે જ ઘણા લોકો પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel