વાહ.. પ્રેમી હોય તો આવો…જેને પોતાની પ્રેમિકાના કહ્યા વગર જ કર્યું એવું કામ કે વીડિયો તમારું પણ દિલ જીતી લેશે

એવું કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, ઘણા લોકો પોતાના પ્રિયજન માટે પોતાનો જીવ પણ આપવા માટે તૈયાર થઇ જતા હોય છે, જેના ઘણા ઉદાહરણો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયોની અંદર પણ જોવા મળે છે, તો ઘણીવાર ઘણા પ્રેમીઓ ફક્ત ટાઈમ પાસ જ કરતા હોય છે, પરંતુ આ દરમિયાન એક એવો વીડિયો સામે આવ્યો છે જેને પ્રેમનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મોટાભાગેના પ્રેમીઓને આપણે જોયા છે કે તે તેમની પ્રેમિકાને ચાંદ તારા તોડી લાવવાનું વચન આપતા હોય છે, પરંતુ જયારે સમય આવે છે ત્યારે તે દૂર ભાગે છે, ત્યારે વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર એક પ્રેમી તેની પ્રેમિકા માટે એવું કરે છે જેની સૌ કોઈ પ્રસંશા કરી રહ્યું છે, આ વીડિયોને જોઈને તમે પણ આ પ્રેમને માની જશો.

વિદ્વયીઓમાં જોવા મળી રહ્યું છે કે એક પ્રેમી પંખીડા કોઈ ઝરણાં કિનારે આવે છે અને ત્યાંથી આગળ જવા માટે તમેને ઝરણામાંથી નીકળતી નાની નદી પાર કરવાની હોય છે. પ્રેમી તો કૂદકો મારીને સરળતાથી પાર કરી શકે તેમ છે પણ તકલીફ પ્રેમિકાને થશે તેવું પ્રેમી અનુભવે છે અને એટલે જ પ્રેમી બંને છેડે પોતાનું શરીર લંબાવી દે છે અને પ્રેમિકા તેના ઉપર પગ રાખીને નદી પાર કરી લે છે.

 

View this post on Instagram

 

A post shared by hepgul5 (@hepgul5)

માત્ર થોડી સેકેંડનો આ વીડિયો લોકોને એટલા માટે પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે કે વીડિયોમાં જોવા મળી રહેલું કપલ પણ ખુબ જ ક્યૂટ છે સાથે પ્રેમી તેની પ્રેમિકાના કહ્યા પહેલા જ તેના માટે જે કરે છે તે પણ વખાણવા યોગ્ય છે. લોકો પણ કોમેન્ટ કરીને આ ક્યૂટ કપલની પ્રસંશા કરતા થાકતા નથી.

Niraj Patel