શબાસ રિયા ! દાદીની કાનની બુટ્ટી ચોરી રહેલા ચોરને ભણાવ્યો એવો પાઠ કે વીડિયો જોઈને દરેક લોકો કરી રહ્યા છે તેની પ્રસંશા…. તમે પણ જુઓ
આપણા દેશમાં ચોરીની ઘટનાઓ છાસવારે સામે આવતી રહે છે, આજકાલ ચોર પણ બેફામ બન્યા છે અને ધોળા દિવસે પણ કોઈને લૂંટીને ચાલ્યા જતા હોય છે, તો ઘણીવાર તમે પણ જોયું હશે કે કોઈ મહિલા કે બહેન દીકરી રસ્તા પર ચાલીને જતી હોય ત્યારે તેમના ગળામાં રહેલી ચેઇન કે હાથમાં રહેલો મોબાઈલ પણ છીનવીને ભાગતા હોય છે.
ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક દાદીમાંની કાનની બુટ્ટી લઈને ચોર ભાગી રહ્યા હતા ત્યારે જ એક દીકરીએ એવી બહાદુર બતાવી કે દરેક વ્યક્તિ આ બહાદુર દીકરીને સલામ કરી રહ્યું છે. આ ઘટના સામે આવી છે મેરઠના લાલકુર્તી છોટા બજારમાંથી. જ્યાં એક વૃદ્ધ મહિલાની પૌત્રીએ તેની કાનની બુટ્ટી લૂંટીને ભાગી રહેલા લૂંટારાઓને અદ્ભુત પાઠ ભણાવ્યો.
મળતી માહિતી અનુસાર સંતોષ અગ્રવાલ શનિવારે સાંજે તેની પૌત્રી રિયા સાથે બજારથી પરત ફરી રહી હતી. ત્યારે તેમની પાછળ પાછળ આવતા બે બાઈક પર આવેલા બદમાશોએ કાનની બુટ્ટી આંચકી લીધી હતી. બદમાશોએ કાનની બુટ્ટી છીનવી લેતા જ પૌત્રી રિયાએ બદમાશો પર હુમલો કર્યો અને તેમને બાઈક પરથી નીછે પટકી દીધા.
આ ઘટનાનો વિડિયો નજીકના ઘરમાં લગાવેલા કેમેરામાં કેદ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે બહાદુર રિયાએ બાઈક પર આવેલા બદમાશોને ધક્કો માર્યો અને બંનેને રોડ પર પડ્યા. આ પછી એક બદમાશોએ રિયા પર હુમલો કર્યો પરંતુ તે પાછળ હટી નહીં. રિયાએ બદમાશને જોરથી થપ્પડ પણ મારી હતી. આ દરમિયાન બીજો બદમાશ ફરીથી બાઇક સ્ટાર્ટ કરીને ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો, પરંતુ રિયાએ બંનેને પુરી તાકાતથી પકડી રાખ્યા, જેના કારણે રિયા પણ થોડી દૂર સુધી ખેંચાઈ ગઈ.
शाबाश 👏लड़की ने पूरे साहस का परिचय दिया !!
मेरठ में दिनदहाड़े दादी–पोती से कुंडल लूटे
दोनों साहसी महिलाओं ने लुटेरों को गिरा लिया, उनसे भिड़ गईं, चोर–चोर चिल्लाती रहीं। पर कोई नहीं आया और लुटेरे भाग निकले।#Meerut #Up
— Yogita Bhayana योगिता भयाना (@yogitabhayana) December 11, 2022
આ ઘટનામાં બદમાશો ભાગી જવામાં સફળ રહ્યા હતા, પરંતુ રિયાની બહાદુરીનો આ વીડિયો વાયરલ થયો હતો. મેરઠ પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાના 6 કલાક પછી શનિવારે રાત્રે તપાસ બાદ બંને બદમાશોની ધરપકડ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ બાદ બદમાશોને બુચડી રોડ પાસે ઘેરી લેવામાં આવ્યા હતા, ત્યારબાદ બદમાશોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ ગોળીબાર કર્યો હતો જેમાં એક બદમાશને પગમાં ગોળી વાગી હતી. બંનેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.