રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના નિમંત્રણ પત્ર સાથે કેમ આપવામાં આવી રહ્યા છે “પીળા ચોખા?” શું છે તેનું ધાર્મિક મહત્વ

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની પત્રિકા સાથે કેમ બધાને આપવામાં આવી રહ્યા છે “પીળા ચોખા ?” જાણો

રામલલાનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીના રોજ થવાનો છે અને આ ભવ્ય કાર્યક્રમમાં આમંત્રણ માટે રામભક્તોની ટોળી ઘરે-ઘરે પહોંચી રહી છે. લગભગ બધા જ આ પાવન દિવસનો હિસ્સો બને, એ માટે બધાને પીળા ચોખા સાથે આમંત્રણ પત્ર આપવામાં આવી રહ્યો છે. દેશભરમાં જગ્યાએ જગ્યાએ કળશ યાત્રા નીકાળવામાં આવી રહી છે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાઇ રહ્યા છે.

ભગવાન રામના સ્વાગત માટે કળશ યાત્રા સાથે ઘણી જગ્યા પર રામભક્તો દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવી રહ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા છે, જેને લઇને અયોધ્યામાં જ નહિ પણ દેશભરના મંદિરોમાં દીપ પ્રજ્જવલિત કરી રામ મહોત્સવ મનાવવામાં આવશે. સાથે જ મંદિરોમાં સુંદરકાંડ, અખંડ રામાયણ પાઠનો જાપ પણ કરવામાં આવશે.

પીળા ચોખાનું ધાર્મિક મહત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, કોઇ પણ પૂજા પાઠનું કાર્ય હોય તેમાં ચોખાનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં ધાર્મિક કાર્ય દરમિયાન તિલક લગાવવામાં આવે છે અને એમાં પણ ચોખા લગાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે પીળા ચોખાનો ઉપયોગ કરવાથી દેવી-દેવતા જલ્દી પ્રસન્ન થાય છે, આ માટે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર આમંત્રણ પત્રિકા સાથે પીળા યોખા આપવામાં આવી રહ્યા છે. માન્યતા છે કે પીળા ચોખાથી કોઇ પણ શુભ કાર્યમાં સફળતા જરૂર મળે છે.

આમંત્રણ પત્રમાં શું લખેલુ છે ?
વિશ્લના રામભક્તોથી નિવેદન છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પૂર્વાહ્ન 11 વાગ્યાથી અપરાહ્ન 1.00 વાગ્યાના મધ્ય પોતાના ગામ, મહોલ્લા અને કોલોનીમાં સ્થિત કોઇ મંદિર કે આસપાસના રામભક્તોને એકત્રિત કરી ભજન કિર્તન કરો, ટેલિવિઝન કે કોઇ પડદા LED સ્ક્રીન લગાવી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમાજને બતાવો. શંખધ્વનિ, ઘંટાનાદ, આરતી કરો, પ્રસાદ વિતરણ કરો.

દીપક પ્રગટાવવાનું નિવેદન
રામભક્ત ઘરે-ઘરે જઇ પીળા ચોખા તો આપી રહ્યા છે, પણ સાથોસાથ એક આમંત્રણ પત્ર પણ આપી રહ્યા છે. જેમાં લખવામાં આવ્યુ છે કે તમે લોકો સપરિવાર અયોધ્યામાં આવી પ્રભુ શ્રીરામજીની કૃપા પ્રાપ્ત કરો. સાથે તે રામભક્તો માટે એ પણ લખવામાં આવ્યુ છે જે કોઇ કારણવશ નથી જઇ શકતા તો તે જ્યાં પણ હોય સાંજના સમયે પોતાના ઘર સામે દીપક પ્રગટાવો. આ દિવસને ઠીક એ રીતે મનાવવાની અપીલ કરવામાં આવી રહી છે જેવી રીતે બધા લોકો દિવાળીના દિવસે દીપક પ્રગટાવી દીપોત્સવ મનાવે છે.

Shah Jina