યામી ગૌતમે ઉરી ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે ગુપચુપ લગ્ન કરી લીધા, જુઓ લગ્નનો આલ્બમ

ફિલ્મ જગતમાંથી એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમે ફિલ્મ “ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક” ના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે સાત ફેરા લીધા હતા. આ ફિલ્મમાં યામીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.લગ્નની પહેલી તસવીર યામીએ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી છે.
તમને જણાવી દઈએ કે યામી અને આદિત્યએ સોશિયલ મીડિયા પર તેમની ખૂબ જ સુંદર અને રોમેન્ટિક તસવીર શેર કરી છે. યામી અને આદિત્ય એકબીજાને ખૂબ જ પ્રેમ ભરી નજરોથી જોઇ રહ્યા છે. યામી લાલ જોડામાં ખૂબ જ સુંદર લાગી રહી છે.


યામીએ તેના લગ્નના જોડાના લુકને જ્વેલરીથી કમ્પલિટ કર્યો છે. બીજી તરફ જોઇએ તો, આદિત્યએ ક્રીમ અને લાલ બોર્ડર વાળી શેરવાની પહેરી છે જેમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. યામી અને આદિત્યએ એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા.

યામી અને આદિત્યના લગ્નની આ તસવીર પર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના લોકો તે બંનેને ખૂબ અભિનંદન આપી રહ્યા છે. દિયા મિર્ઝા, જેક્લીન, નેહા ધૂપિયા, ભૂમિ પેડનેકર, વિક્રાંત મેસી જેવા અનેક સ્ટાર્સે યામીને અભિનંદન આપ્યા છે.

યામી તથા આદિત્યે સોશિયલ મીડિયામાં લગ્નની તસવીર શેર કરીને ચાહકોને સરપ્રાઇઝ આપી હતી. યામી તથા આદિત્યે પર્શિયન રાઈટર રૂમીની પંક્તિ લખી હતી.પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, તમારી રોશનીમાં મેં પ્રેમને શીખ્યો છે-રૂમી. અમારા પરિવારના આર્શિવાદ સાથે અમે એક ઇંટિમેટ સેરેમનીમાં લગ્ન કરી લીધી, પ્રાઇવેટ માણસ હોવાને કારણે અમે અમારા બંનેની ખુશીના અવસરને અમારા પરિવાર સાથે શેર કરી. અમે અમારા પ્રેમ અને મિત્રતાની સફરમાં તમારી દુઆઓ અને આશિર્વાદ ઇચ્છીએ છીએ. પ્યાર યામી અને આદિત્ય.

ફિલ્મ `ઉરી`માં આદિત્ય તથા યામી ગૌતમે સાથે કામ કર્યું હતુ. આદિત્યે આ ફિલ્મના ડિરેક્ટર હતા જયારે યામી આ ફિલ્મમાં અભિનેત્રી હતી. આ ફિલ્મમાં વિકી કૌશલ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, યામી ગૌતમે ગયા વર્ષે ચંદીગઢમાં ડુપ્લેક્સ ખરીદ્યું. આ ડુપ્લેક્સ ઉપરાંત, 2016માં યામીએ 100 વર્ષ જૂનું એક ફાર્મ હાઉસ ખરીદ્યું હતું. આ ફાર્મહાઉસ 25 એકરમાં ફેલાયેલું છે તે હિમાચલ પ્રદેશમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Yami Gautam (@yamigautam)

Parag Patidar