આ ભાઈએ દેખાડો કરવા માટે બાઈકની નંબર પ્લેટ ઉપર નંબરની જગ્યાએ લખ્યું આવું, પછી પોલીસે કરી એવી હાલત કે.. જુઓ તસવીરો

દેશભરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સરકાર કેટ કેટલા પ્રયાસો કરી રહી છે. છતાં પણ ઘણા લોકો સરેઆમ નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. ઘણા ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે તો ઘણા લોકો પોતાના વાહનો ઉપર અને નંબર પ્લેટ ઉપર એવી એવી વસ્તુઓ લખાવે છે કે જોઈને આપણને પણ હેરાની થઇ જાય. ત્યારે આવા લોકો સામે હવે પોલીસ પણ કડક બની છે, જેનો તાજો જ મામલો હાલ સામે આવ્યો છે.

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં એક બાઈક સવારે પોતાની બાઈકની નંબર પ્લેટ ઉપર એવું લખાવ્યું કે જેના કારણે તેમને હવે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. તેને પોતાની બાઈક ઉપર લખાવ્યું હતું, “બોલ દેના પાલ, સાહબ આયે થે !” જેના બાદ મંગળવારે મુરાદગંજ ચોકીના ઇન્ચાર્જ અવનીશ કુમાર ડ્યુટી ઉપર હતા ત્યારે તેમને ત્રણ છોકરાઓને બાઇક પર બેઠેલા જોયા.

આ દરમિયાન તેમને એક બીજી અજીબ વસ્તુ જોઈ નંબર પ્લેટ પર રજીસ્ટ્રેશન નંબરની જગ્યાએ વિચિત્ર લાઈન લખવામાં આવી હતી. પ્લેટ પર લખેલું છે, ‘બોલ દેના પાલ સાહેબ આવ્યા હતા.” એટલું જ નહીં બાઈકમાં લાઉડ સાઈલેન્સર પણ લગાવવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર યુવકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની ઓળખ બે ભાઈઓ અંકિત પાલ અને અનુજ પાલ તરીકે થઈ છે અને ત્રીજો વ્યક્તિ શિવમ સિંહ છે.

ઉલ્લેખનીય છે કે ત્રણેય મિત્રો ઔરૈયા શહેરના આનેપુર ગામમાં આવેલા સાંઈ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. ઔરૈયા એસપી અભિષેક વર્માએ આ ઘટના વિશે ટ્વિટ કરીને બાઇકની તસવીરો શેર કરી છે.  જેની સાથે તેમને એક કેપશન પણ લખ્યું છે અને આ વાતની માહિતી પણ આપી છે.

તેમને કેપશનમાં લખ્યું છે કે, “આજે ઔરૈયા પોલીસની નજર એક બાઈક ઉપર પડી, જેના ઉપર લખ્યું હતું, ‘બોલ દેના પાલ સાહબ આયે થે.” તેના ઉપર બેઠેલા યુવકોને ખબર નહોતી કે પાલ સાહેબની સવારી આવી તો છે પણ જઈ નહિ શકે. આ તો એજ વાત થઇ ગઈ કે “રાહો મેં ચલતે મુલાકાત હો ગઈ, જિસે ડરતે થે વહી બાત હો ગઈ”

Niraj Patel