આ એક આઈસ્ક્રીમ ખાવા માટે તમારી વેચવી પડી શકે છે એક વિઘુ જમીન, કિંમત જાણીને તો મોતિયા મરી જશે… જુઓ વીડિયો

આ છે દુનિયાનો સૌથી મોંઘો આઈસ્ક્રીમ, ગિનિસ બુક દ્વારા શેર કરવામાં આવ્યો વીડિયો, જોઈને મોઢામાં પાણી આવી જશે, પણ કિંમત સાંભળીને હોશ ઉડી જશે, જુઓ

Worlds Most Expensive Ice Cream : સોશિયલ મીડિયામાં ફૂડ બ્લોગર દ્વારા અલગ અલગ પ્રકારના ફૂડ વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. આ વીડિયોની અંદર ઘણીવાર એવા એવા ફૂડ જોવા મળી જાય છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. ઘણીવાર એટલી મોંઘી વસ્તુઓ પણ જોવા મળે છે જેના ભાવ સાંભળીને આપણા મોતિયા મરી જાય.

ત્યારે હાલ એક આઈસ્ક્રીમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. લોકો ઘણીવાર તેમની મનપસંદ આઈસ્ક્રીમ ખાવાની માંગ કરે છે. કેટલાક લોકો પાસે મનપસંદ બ્રાન્ડ અને સ્વાદ હોય છે, જે તેઓ વારંવાર ખાય છે. કેટલાકને મેંગો ગમે છે તો કેટલાકને વેનીલા આઈસ્ક્રીમ ગમે છે, પરંતુ આજે અમે તમને દુનિયાના સૌથી મોંઘા આઈસ્ક્રીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જાપાનમાં દુનિયાનો સૌથી મોંઘો આઈસ્ક્રીમ તૈયાર કરવામાં આવ્યો છે, જેની કિંમતમાં લોકો એક-બે નહીં પરંતુ છ સ્કૂટી ખરીદી શકે છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ (GWR) અનુસાર, એક જાપાની કંપનીએ વિશ્વનો સૌથી મોંઘો આઈસ્ક્રીમ બનાવ્યો છે, જેની કિંમત 8,73,400 જાપાનીઝ યેન (લગભગ રૂ. 5.2 લાખ) છે. Cellato નામની બ્રાન્ડે આ ખાસ સ્વીટ ડીશ તૈયાર કરી છે.

આમાં તેણે ઘણી દુર્લભ અને મોંઘી સામગ્રીનો ઉપયોગ કર્યો છે. આઈસ્ક્રીમના આટલા મોંઘા ભાવનું કારણ જાણવું જરૂરી છે. વાસ્તવમાં, ઇટાલીના આલ્બામાં મળેલી સફેદ ટ્રફલ આ આઈસ્ક્રીમમાં નાખવામાં આવી છે, જેની કિંમત પ્રતિ કિલો 2 મિલિયન જાપાનીઝ યેન (આશરે 12 લાખ રૂપિયા) છે.

આ સાથે, Parmigiano Reggiano અને Sake Leeનો પણ આઈસ્ક્રીમના ઘટકો તરીકે ઉપયોગ થાય છે. જેના કારણે આ આઈસ્ક્રીમની કિંમત આસમાનને આંબી રહી છે. સેલાટો બ્રાન્ડનો ઉદ્દેશ્ય યુરોપીયન અને જાપાનીઝ તત્વોને સંયોજિત કરીને અનન્ય આઈસ્ક્રીમ બનાવવાનો હતો અને આ ધ્યેય હાંસલ કરવા માટે તેઓએ ઓસાકામાં લોકપ્રિય ફ્યુઝન રેસ્ટોરન્ટ રિવીના મુખ્ય શેફ તાદાયોશી યામાદાની મદદ લીધી.

વેબસાઈટ અનુસાર, ટેસ્ટ સેશનમાં ભાગ લેનાર સેલાટોના કર્મચારીએ કહ્યું કે સફેદ ટ્રફલની ઉત્કૃષ્ટ સુગંધ તમને તેને ખાવાની ઈચ્છા કરાવશે. ફળનો સ્વાદ Parmigiano Reggiano માંથી આવે છે. સેક લી મહાન સ્વાદ અનુભવ આપે છે. જાપાનીઝ બ્રાન્ડના પ્રવક્તાએ GWR ને સમજાવ્યું, “સ્વાદને સંપૂર્ણ બનાવવામાં અમને 1.5 વર્ષથી વધુનો સમય લાગ્યો. તેને યોગ્ય બનાવવા માટે અમને ઘણા પરીક્ષણો લાગ્યા.”

Niraj Patel