આ ભાઈની ઉંચાઈ લોકોને કરી રહી છે હેરાન, હોસ્પિટલમાં નર્સ પણ ઊંચાઈ માપતા જ પડી ગઈ આશ્ચર્યમાં.. તસવીરો તમને પણ હેરાન કરી દેશે… જુઓ
દુનિયાભરમાં ઘણા એવા લોકો છે જે લોકોનું ધ્યાન ખેંચતા હોય છે. કારણ કે ઈશ્વરે તેમના શરીરની રચના એવી કરી હોય છે જે અન્ય કરતા એકદમ જુદી હોય છે. કોઈ વ્યક્તિ સામાન્ય માણસ કરતા એકદમ ઓછી ઊંચાઈ ધરાવતું હોય છે તો કોઈની ઊંચાઈ ખુબ જ વધારે પણ હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક 9 ફૂટ 6 ઇંચનો માણસ વાયરલ થઇ રહ્યો છે અને ખાસ વાત તો એ છે કે તેની ઊંચાઈ દર મહિને વધી રહી છે.
આ વ્યક્તિ આફ્રિકી દેશ ધાનાનો રહેવાસી છે. જે કદાચ દુનિયાનો સૌથી લાંબો વ્યક્તિ પણ હોઈ શકે છે. આ વ્યક્તિની ઓળખ 29 વર્ષના સુલેમાન અબ્દુલ સાલેદના રૂપમાં થઇ છે. સુલેમાનનું કહેવું છે કે તેને ઉત્તરી ધાના હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેની ઊંચાઈ 9 ફૂટ 6 ઇંચ પહોંચી ગઈ છે. જો કે એક રિપોર્ટર દ્વારા તેની લંબાઈ માપવામાં આવી તો 7 ફૂટ 4 ઇંચ નીકળી.
બીબીસી મીડિયાના અહેવાલ પ્રમાણે સુલેમાન થોડા વર્ષો પહેલા ગીગેન્ટિઝમ નામની બીમારીથી પીડિત હતો. આ કારણે તેની લંબાઈ વધુ પડતી વધી રહી છે. જેના કારણે તેને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તે દર મહિને ડૉક્ટર પાસે જાય છે. હોસ્પિટલની નર્સે જ્યારે તેની ઊંચાઈ માપી તો તેને આશ્ચર્ય થયું, તેણે કહ્યું કે તું તો સ્કેલ કરતાં પણ ઉંચી થઈ ગઈ છે. સુલેમાનનું કહેવું છે કે તેની ઊંચાઈ અત્યારે પણ અટકતી નથી, તે વધી રહી છે. ડૉક્ટરો પણ આનાથી આશ્ચર્યચકિત છે કારણ કે તેઓએ આવો કેસ આ પહેલા ક્યારેય જોયો નથી.
જ્યારે નર્સ સુલેમાનની ઊંચાઈ માપી રહી હતી ત્યારે તેને એક સમસ્યા આવી, જેના પછી તેણે તેના સહકર્મીને બોલાવ્યો. જ્યારે સાથીદાર પણ લંબાઈને યોગ્ય રીતે માપી શક્યા ન હતા, ત્યારે વધુ ડોકટરો અને નર્સોને બોલાવવામાં આવ્યા હતા. સુલેમાન કહે છે કે તેમની લંબાઈ હવે તેમના પડોશના ઘણા ઘરોની લંબાઈને વટાવી ગઈ છે. જ્યારે દિવાલથી લંબાઈ માપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓ ભાગ્યે જ કોઈ ઊંચી ઇમારત શોધી શક્યા. આ પછી, તેની ઊંચાઈ ઇંચ ટેપની મદદથી માપવામાં આવી હતી.