આ હેર સ્ટાઈલિસ્ટે મહિલાની બનાવી એવી ખતરનાક હેર સ્ટાઇલ કે જોઈને લોકોની આંખો પહોળી થઇ ગઈ, નોંધાયું ગિનિસ બુકમાં નામ, જુઓ વીડિયો

હેર સ્ટાઈલિસ્ટે કરી કમાલ, દુનિયાભરમાં વગાડ્યો પોતાનો ડંકો, મહિલાના માથા પર વાળથી બનાવી 9 ફૂટ ઊંચી ક્રિસમસ ટ્રી હેરસ્ટાઇલ, જુઓ વીડિયો

દુનિયાભરમાં ઘણા બધા ક્રિએટીવ લોકો છે જે પોતાની ક્રિએટિવિટીથી દુનિયા પર રાજ કરતા હોય છે, ઘણા લોકો એવા હોય છે જે પોતાની ક્રિએટિવિટીના વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરતા હોવ અને તે વાયરલ પણ થઇ ગયા હોય. ઘણા લોકોએ પોતાની ક્રિએટિવિટીથી વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે, આજ ક્રમમાં એક હેર સ્ટાઈલિસ્ટ પણ આવી ગયો છે જેને એવી હેરસ્ટાઇલ બનાવી કે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું.

પ્રખ્યાત હેર સ્ટાઈલિસ્ટ દાની હિસ્વાનીએ સૌથી ઉંચી હેરસ્ટાઈલ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હિસ્વાનીએ આશ્ચર્યજનક રીતે આ વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ દુબઈ, સંયુક્ત આરબ અમીરાતમાં 2.90 મીટર (9 ફૂટ 6.5 ઇંચ) મહિલાના વાળને ક્રિસમસ ટ્રીના આકારમાં બનાવ્યા. દાની હિસ્વાની સીરિયાનો રહેવાસી છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે ગુરુવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલાએ હેલ્મેટ પહેર્યું છે, જેમાં ત્રણ નાના થાંભલા છે. હેર સ્ટાઈલિસ્ટે તેના વાળમાંથી ક્રિસમસ ટ્રી બનાવવાનો પ્રયાસ કર્યો. હેરસ્ટાઈલિસ્ટ મિસ્ટર હિસ્વાનીએ વિગ અને હેર એક્સટેન્શનનો ઉપયોગ કર્યો અને વાળને ક્રિસમસ ડેકોરેશન જેવા રાઉન્ડ બોલમાં નાખ્યા.

વીડિયો શેર કરતા ગિનિસ બુકના પેજ દ્વારા કેપ્શનમાં લખ્યું, ‘દાની હિસ્વાની 2.90 મીટર (9 ફૂટ 6.5 ઈંચ)ની હાઈએસ્ટ હેરસ્ટાઈલ.’ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, દાની હિસ્વાની સાત વર્ષ પહેલા આ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો હતો અને ત્યારથી જ તેણે વાળથી પોતાના પરફોર્મન્સની શરૂઆત કરી હતી. તે માને છે કે હેરસ્ટાઇલિંગ એ માત્ર એક સેવા કરતાં વધુ છે, તે કલાનું એક સ્વરૂપ છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.

Niraj Patel