આવો દેશી જુગાડ તો આપણા ભારતમાં જ જોવા મળે, આ ભાઈએ લાકડામાંથી બનાવ્યું બુલેટ, પેટ્રોલ વગર પણ ચાલે છે ધડાધડ… જુઓ વીડિયો

ક્યારેય જોયું છે લાકડામાંથી બનેલું ચાલતું બુલેટ ? અવાજ પણ બુલેટ જેવો જ, ચલાવવા માટે પેટ્રોલની પણ જરૂર નથી… જુઓ વીડિયો

ભારત અને જુગાડનો વર્ષો જૂનો નાતો છે. આપણે ત્યાં કોઈપણ જરૂરિયાત માટે કોઈને કોઈ જુગાડ હંમેશા હાજર જ હોય છે અને એટેલ જ જુગાડ માટે આપણો દેશ આખી દુનિયામાં એક આગવું નામ ધરાવે છે. ઇન્ટરનેટ પર જુગાડને લગતા ઘણા બધા વીડિયો પણ રોજ વાયરલ થતા હોય છે. જેને લોકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે.

ત્યારે હાલ પેટ્રોલ અને ડિઝીલના ભાવ વધવાના કારણે પણ કેટલાક લોકો જુગાડ દ્વારા અનોખો રસ્તો અપનાવી લીધો છે. ઘણા એવા લોકો છે જેમણે જુગાડ દ્વારા પોતાના જ ઘરે બેસીને એવી ઇલેક્ટ્રિક કાર અને બાઈક બનાવી છે જેને જોઈને મોટા મોટા એન્જીનીયરો પણ હક્કાબક્કા રહી જતા હોય છે. હાલ એવી જ એક બાઇકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ કાળા રંગની બુલેટ પર બેઠો છે. તેને જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ છે કે તે લાકડામાંથી બનેલું છે. તેનો દેખાવ બુલેટ જેવો છે. તેનો અવાજ પણ બુલેટ જેવો જ લાગે છે. સૌથી મહત્વની વાત એ છે કે તે પેટ્રોલ વગર પણ ચાલી શકે છે.

યુવકે આ બાઇકમાં ચાર્જેબલ બેટરીનો ઉપયોગ કર્યો છે. ફ્યુઅલ ટેન્કમાં મ્યુઝિક સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. આ વીડિયો 1 માર્ચના રોજ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર યુવકની ટેલેન્ટ જોઈને દરેક તેના વખાણ કરી રહ્યા છે. ઘણા લોકોએ લખ્યું કે ભાઈએ દિલ ખુશ કરી દીધું છે. આ ટેક્નોલોજી દેશની અંદર જ રહેવી જોઈએ. 

Niraj Patel