હલવો બનાવતા બનાવતા આ મહિલાએ અંદર જ કરી નાખી ઉલ્ટી? પછી એને જ હલાવીને પોતે જ કર્યો ટેસ્ટ, વીડિયો જોઈને તમે પણ ઉલ્ટી આવી જશે

પોતાની જ ઉલ્ટી કરેલું ખાવાનું ચાખવા લાગી મહિલા, વીડિયો જોઈને લોકો બોલ્યા… “થોડી તો શરમ કરો…” જુઓ વીડિયો અને જાણો શું છે હકીકત

ઇન્ટરનેટ પર ફૂડ બ્લોગીંગના ઘણા બધા વીડિયો સામે આવ્યો છે. જેમાં ઘણા લોકો એવા અવનવા ફૂડ બનાવીને વાયરલ થતા હોય છે. ઘણીવાર એવી એવી વાનગીઓ પણ સામે આવે છે જેને જોઈને તમને પણ ચીતરી ચઢી જાય. તો ઘણા વીડિયોને જોઈને તમને ગુસ્સો પણ આવી જતો હશે. ત્યારે હાલ જે વીડિયો સામે આવ્યો છે તે તમારું પણ દિમાગ ફેરવી નાખશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મહિલા બહાર બેસીને હલવા જેવું ડ્રિંક બનાવતી જોવા મળે છે. મહિલાની બાજુમાં અન્ય લોકો અને બાળકો પણ બેઠેલા જોવા મળે છે. આ પછી તેણે જે કર્યું તે જોઈને બધા ચોંકી જશે. જે વાસણમાં તે હલવો બનાવતી હતી તેમાં તેને ઉલટી થઈ અને પછી તેને ભેળવીને તેણે પોતે જ ટેસ્ટ કર્યું.

આ જોઈને ઈન્ટરનેટ પર લોકો નારાજ થઈ ગયા. mixfood_hunter દ્વારા Instagram પર પોસ્ટ કરવામાં આવેલ વિડિયો. વિડીયો જોયા બાદ ઘણા લોકોએ પોતાના ફીડબેક આપ્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે, “નવો રોગચાળો તૈયાર થઈ રહ્યો છે.” બીજાએ કહ્યું, “એટલે જ મને દરેકની રસોઈ પર વિશ્વાસ નથી.”

તો એક અન્ય  યુઝરે લખ્યું, “આટલું ખરાબ પીણું.” આ દરમિયાન કેટલાક યુઝર્સે કહ્યું કે તે કદાચ ચિચા નામનું ડ્રિંક બનાવી રહી છે. તે પેરુ, એક્વાડોર અને બ્રાઝિલ જેવા લેટિન અમેરિકન દેશોમાં લોકપ્રિય કોર્ન બીયર છે. દેખીતી રીતે, પીણું બનાવવાની પ્રક્રિયા દરમિયાન મકાઈને ચિચા મોંમાં લાળ સાથે મિશ્રિત કરવામાં આવે છે.

Niraj Patel