લાખોપતિ છે આ નોકરાણી, બાથરૂમ સાફ કરીને કમાય છે આટલા રૂપિયા

મજબૂરીમાં બીજાના ઘરે કામ કરીને માંડ માંડ પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમને આપણે નોકર કે નોકરાણી કહીએ છીએ. લોકોને લાગે છે કે જે લોકો વાંચવા-લખવામાં અસમર્થ છે અથવા ગરીબ છે, તેઓને મજબૂરીમાં અન્યના ઘરોમાં કચરા પોતા અને ગંદા વાસણો સાફ કરવાની ફરજ પડે છે. બધા નોકરો અને નોકરાણીઓ મોંઘવારીના આ સમયમાં બીજાના ઘરમાં કામ કરે છે અને પોતાનું અને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે.

જો તમે પણ કંઈક આવું જ વિચારતા હોય તો આ લખપતિ નોકરાણીની કહાની જાણ્યા પછી તમારી ગેરસમજ દૂર થઈ જશે. આ દિવસોમાં આ લખપતિ નોકરાણી લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે અને સોશિયલ મીડિયા પર તેનો વિષય ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. તો આવો જાણીએ શું છે આ લખપતિ નોકરાણીની કહાની અને શા માટે તે આજકાલ લોકોમાં ચર્ચાનો વિષય છે.

આ દિવસોમાં અમેરિકામાં રહેતી કેટિયા સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. તેનું કારણ એ છે કે તે લખપતિ છે, પરંતુ તેનું કામ એવું નથી કે તે લખપતિ બની જાય. આ હોવા છતાં, તે અમીર બની છે. આ વાતનો ખુલાસો કેટિયાએ પોતે કર્યો છે. જ્યારે કેટિયાએ તેના સફાઈ વ્યવસાય વિશેની માહિતી લોકો સાથે શેર કરી અને તેની કમાણી વિશે જણાવ્યું, ત્યારે દરેકને આશ્ચર્ય થયું.

માત્ર ત્રણ દિવસનો પગાર છે આટલો : કેટિયાએ જણાવ્યું કે તે બીજાના ઘરના બાથરૂમ અને ટોયલેટ સાફ કરે છે. જ્યારે લોકોને આ વિશે ખબર પડે છે, ત્યારે તેઓ તેણીને અપમાનિત કરવાનો પ્રયાસ કરે છે, જોકે કેટિયા આ બધી બાબતોમાં વાંધો નથી. તેણે કહ્યું કે તેને સાફ કરવું ગમે છે. તેથી તેણે તેને પોતાનો વ્યવસાય બનાવી લીધો. ઓનલાઈન લોકો સાથે પોતાની આવકનો ખુલાસો કરતી વખતે કેટિયાએ કહ્યું કે માત્ર ત્રણ દિવસમાં તે આ કામ દ્વારા 720 યુરો એટલે કે લગભગ 80 હજાર રૂપિયા કમાઈ લે છે.

શરૂ કર્યો ક્લિનિંગ વ્યવસાય : કેટિયાએ પોતાનો સફાઈનો વ્યવસાય શરૂ કર્યો છે, તેણી જે કમાય છે તેના પર તેણે ટેક્સ ચૂકવવો પડે છે, પરંતુ તેની આવક વધુ છે. કેટિયા તેના ટિકટોક એકાઉન્ટ પર સફાઈનો વીડિયો બનાવે છે. તેણીએ કહ્યું કે તે મોંઘા પોશ વિસ્તારમાં મોટાભાગનું કામ કરે છે. ત્યાં આવક પણ ઘણી વધારે છે.

YC