ડિગ્રીઓ શું કામની ? જયારે તમારી અંદર માનવતા જ ના હોય, મેટ્રોમાં પોતાના બાળકને લઈને નીચે બેસી ગઈ મહિલા, કોઈએ ના આપી સીટ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ અસંખ્ય વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયો એવા પણ હોય છે જે આંખોના પોપચાં પણ ભીના કરી દેતા હોય છે, તો ઘણા વીડિયોની અંદર માનવતા પણ શર્મસાર થતી જોવા મળતી હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એવી જ એક ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં આજની પેઢીના યુવાઓમાં માનવતા જેવું કઈ જોવા નથી મળતું.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા મેટ્રોમાં ફ્લોર પર બેઠી છે જ્યારે અન્ય પેસેન્જર સીટ પર બેઠા છે. વીડિયો પરથી લાગે છે કે મહિલાને કોઈએ સીટ ઓફર કરી ન હતી અને તેને જમીન પર બેસી જવું પડ્યું હતું. આ દરમિયાન અન્ય મુસાફરો તેમની સીટ પર આરામથી બેઠા છે, પરંતુ મહિલા પ્રત્યે કોઈ દયા નથી બતાવતા.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. ભારતીય કવિ અને પત્રકાર પ્રિતેશ નંદીએ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી અને લખ્યું, ‘અમે કોલકાતામાં ઉછર્યા છીએ, હંમેશા ઊભા રહેવાનું શીખવ્યું છે અને મહિલાને અમારી સીટ (બસ કે ટ્રામમાં) આપવાનું શીખવ્યું છે, પછી ભલે તે મહિલાનું બાળક હોય. વૃદ્ધ અથવા યુવાન અથવા કોઈપણ વિકલાંગ. અમારા જમાનામાં તેને શિષ્ટાચાર કહેવામાં આવતું હતું.’

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જો કે, એક વ્યક્તિએ સ્ટોરીની બીજી બાજુ શેર કરતા કહ્યું કે આ એક જૂનો વીડિયો છે. અગાઉ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મહિલાને ઘણા લોકો દ્વારા બેઠકની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે નકારી કાઢ્યું હતું અને ફ્લોર પર બેસવાનું પસંદ કર્યું હતું કારણ કે તે તેના ખોળામાં બાળક સાથે આરામદાયક હતી. હજુ સુધી આ વાયરલ વીડિયોની સંપૂર્ણ હકીકત સામે નથી આવી કે મહિલાને સીટ ના મળવાના કારણે ફર્શ ઉપર બેઠી કે પોતાના બાળકને લઈને  આરામથી બેસી શકે તે માટે. જો કે, આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel