આ મહિલાએ એવી ખતરનાક જગ્યાએ જઈને કરાવ્યું તેનું ફોટોશૂટ, કે વીડિયો જોઈને લોકોના શ્વાસ પણ અટકી ગયા, જુઓ તમે પણ

આપણે ઘણીવાર સાંભળ્યું છે કે અનોખી સેલ્ફી લેવાના ચક્કરમાં કોઈ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો. આવા સમાચારો આવતા હોવા છતાં કેટલાક લોકો પોતાનો જીવ જોખમમાં મુકવામાં જરાય ડરતા નથી. ઘણા લોકોને ફૂટગ્રાફી કરાવવાનો એવો ગાંડો શોખ હોય છે કે તેના માટે તેઓ પોતાના જીવની પણ ચિંતા કરતા નથી.

ત્યારે હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો એટલો ચોંકાવનારો છે, જેને જોઈને તમારા શ્વાસ થંભી જશે. આ વીડિયો એક મહિલાનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા વોટરફોલ પાસે સૂઈ રહી હતી અને ફોટો પડાવી રહી હતી. જો કે, જ્યારે આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો સામે આવ્યો ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. હકીકતમાં મહિલા વોટરફોલના છેડે પોતાનું ફોટોશૂટ કરાવી રહી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જો થોડી પણ ભૂલ થઈ હોત તો આ મહિલાનો જીવ પણ જઈ શકતો.

વાયરલ થઈ રહેલો વીડિયો દક્ષિણ આફ્રિકાના દેશ ઝામ્બિયાનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ધોધના છેડે એક મહિલા સુઈ રહી છે. અને વીડિયો શૂટ કરાવી રહી છે. પહેલા તો વીડિયોમાં બધુ જ સારું દેખાય છે, પરંતુ પછી કેમેરાનો એંગલ બદલાતાની સાથે જ એક ખૂબ જ ડરામણું દ્રશ્ય સામે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by TYRESE (@tyrese)

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જે જગ્યાએ મહિલા નીચે સૂઈ રહી હતી અને ફોટો પડાવી રહી હતી, ત્યાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હતો. જો સહેજ પણ ભૂલ થઈ હોત તો મહિલા સીધી સેંકડો ફૂટ નીચે પડી ગઈ હોત. આટલી ઊંચાઈ પરથી પડ્યા પછી ભાગ્યે જ મહિલાનો જીવ બચ્યો હોત. જો કે મહિલાના હાવભાવ જોઈને લાગે છે કે મહિલા તેનાથી બિલકુલ ડરતી નથી. આ વીડિયો હોલિવૂડ એક્ટર ટાયરેસે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ‘આ સુંદર ધોધ દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયામાં છે.’

Niraj Patel