પાકિસ્તાનમાં આ યુવતી સેલિબ્રિટીની 400 લોકોએ મળીને કરી એવી ખરાબ હાલત કે વીડિયો જોઈને રૂંવાડા ઉભા થઇ જશે

યુવતીએ એવું તો શું કર્યું કે 400 લોકો ભેગા મળીને યુવતીને હવામાં ઉછાળી અને કપડાં પણ ફાડ્યા જુઓ નરાધમોનો વિડીયો

હાલ તાલિબાનીઓની બર્બરતાના કિસ્સા આખી દુનિયામાં ફેલાઈ રહ્યા છે, અફઘાનિસ્તાનમાં કબ્જો કર્યા બાદ ઘણા એવા દૃશ્યો પણ સામે આવ્યા છે જેને જોઈને કોઈપણ હચમચી ઉઠે, પરંતુ હાલ પાકિસ્તાનમાંથી એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તાલિબાનીઓ કરતા પણ આ પાકિસ્તાનીઓના અત્યાચાર ઉપર ગુસ્સો આવી જશે.

પાકિસ્તાનની અંદર અલ્પ સંખ્યક મહીલાઓની કેવી હાલત છે તે આખી દુનિયાને ખબર છે. ત્યારે આ દરમિયાન જે એક હેરાન કરી દેનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોની અંદર 400થી પણ વધારે લોકો પાકિસ્તાનની એક યુવાન છોકરી સાથે બર્બરતા કરતા નજર આવી રહ્યા છે. વીડિયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઘટના સ્થળ ઉપર હેવાન બનેલા લોકો યુવતીને જબરદસ્તી ઉઠાવી રહ્યા છે અને તેની સાથે બદસલૂકી કરી રહ્યા છે.

પાકિસ્તાનની લાહોર પોલીસે આ મામલામાં હવે યુવતીની ફરિયાદના આધારે સેકન્ડો અજ્ઞાત લોકો વિરુદ્ધ મામલો દાખલ કરી લીધો છે. પીડિત યુવતી ટિક્ટોક વીડિયો બનાવે છે. તે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના મોકા ઉપર લાહોર સ્થિત મિનાર-એ-પાકિસ્તાનની નજીક પોતાના 6 સાથીઓ સાથે ગ્રેટર ઇકબાલ પાર્કમાં વીડિયો શૂટ કરવા માટે પહોંચી હતી, ત્યારે જ તેની સાથે આ ભયાનક ઘટના ઘટી.

યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તે જયારે વીડિયો બનાવવા માટે પહોંચી ત્યારે જ 400 લોકોએ તેના ઉપર હુમલો કરી દીધો. તેને જણાવ્યું કે તેના સાથીઓએ તેને બચાવવાના ખુબ જ પ્રયત્નો કર્યા, તેને ત્યાંથી બચીને નીકળવાના પ્રયત્નો પણ કર્યા છતાં પણ લોકો સતત તેની પાછળ જ પડ્યા રહ્યા.

છોકરીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે ભીડ દ્વારા તેને ઉઠાવી લેવામાં આવી અને છોડી મુકવાની વિનંતી છતાં પણ તેને ઉછાળતા રહ્યા, તેમને યુવતીના કપડાં પણ ફાડી નાખ્યા. આ ઉપરાંત તેના સાથીઓ સાથે પણ બર્બરતા કરવામાં આવી. ભીડમાં હાજર રહેલા લોકોએ તેની વીંટી અને કાનની વાળી જબરદસ્તી ઉતારી લીધી. તેનો મોબાઈલ ફોન છીનવી અને 15 હજાર રૂપિયા પણ છીનવી લીધા. લાહોર પોલીસ દ્વારા હવે આ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે.

Niraj Patel