ચહેરા પર માસ્ક અને આંખો પર કાળા ચશ્મા પહેરીને જવેલરી શોરૂમમાં પહોંચી મહિલા, પળવારમાં જ 10 લાખનો માલ સેવી લીધો, CCTVમાં કેદ થઇ ઘટના

દુકાનદારની આંખો સામે જ આ મહિલા 10 લાખ રૂપિયાનો સામાન ચોરીને થઇ ગઈ રફુચક્કર, આસપાસ બેઠેલાને પણ ગંધ ના આવી,  જુઓ વીડિયો

આજે લોકો પૈસા કમાવવા માટે અલગ અલગ રસ્તા અપનાવતા હોય છે, ઘણા લોકો નોકરી કે ધંધો કરીને મહેનતનો રોટલો રળતા હોય છે તો કોઈ સરળ રસ્તા દ્વારા જ પૈસા કમાવવા માંગતા હોય છે. ચોરી જેવી ઘટનાઓમાં પણ ઘણા લોકો હાથ અજમાવતા હોય છે. આ ધંધામાં પુરુષો જ નહિ હવે મહિલાઓ પણ સક્રિય બની ગઈ છે, ત્યારે હાલ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એક મહિલા જ્વેલરી શોપમાંથી લાખોનો સામાન લઈને રફુચક્કર થતી જોવા મળે છે.

આ ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી. જ્યાં એક જવેલરી શોપમાં એક મહિલા ચહેરા પર માસ્ક અને આંખો પર કાળા ચશમા પહેરીને દુકાનમાં પ્રવેશે છે અને થોડી જ મિનિટોમાં 7થી 10 લાખ રૂપિયા સુધીનો સોનાનો હાર ચોરી અને ચાલી જાય છે. ખાસ વાત તો એ છે કે દુકાનદાર પણ તેની સામે જ ઉભો છે, સ્ટાફ પણ છે અને આસપાસ બીજા પણ ઘણા ગ્રાહકો છે, છતાં પણ કોઈને ગંધ નથી આવતી કે આ મહિલાએ ચોરી કરી છે.

ત્યારે હવે આ ઘટનાનો એક CCTV ફૂટેજ સામે આવ્યો છે જેમાં મહિલા ચોરી કરતા સ્પષ્ટ દેખાઈ રહી છે. જેના આધારે દુકાન માલિકે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પરંતુ હજુ સુધી પોલીસને હાર ચોરી કરનારી આ મહિલા વિશેની કોઈ જાણ નથી થઇ.

ઘટનાની વિગત તપાસીએ તો ગોરખપુર શહેરમાં આવેલા ગોલધર સ્થિત બલદેવ પ્લાઝામાં બેચુ લાલ સરાફા પ્રાઇવેટ લિમિટેડ જવેલરી શોપમાં આ મહિલા માસ્ક અને કાળા ચશ્મા પહેરીને આવી હતી. ત્યાં તેને ખરીદી માટે ઘણા નેકલેસ કઢાવ્યા. સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે કે મહિલાએ ઘરેણાં નજીકથી જોવાના બહાને પોતાના ખોળામાં નેકલેસના બે ડબ્બા રાખ્યા. જેમાંથી એક તે કાઉન્ટર પર રાખે છે અને બીજા ડબ્બાને ચાલાકીથી પોતાની સાડીમાં જ છુપાવી દે છે અને પછી થોડીવારમાં જ ત્યાંથી રફુચક્કર થઇ જાય છે.

Niraj Patel