મહિલાએ દુઃખાવાની ગોળી સમજીને ગળી લીધા એરપોર્ડ્સ, પછી પેટમાંથી આવવા લાગ્યો મ્યુઝિકનો અવાજ અને…..

નાના બાળકો કોઈ પણ વસ્તુ મોઢામાં મૂકી દે છે અને ઘણા બાળકો ગળી પણ જતા હોય છે, જેના કારણે પણ મોટી સમસ્યાઓ સર્જાય છે. ઘણીવાર કોઈ મોટી ઉંમરની વ્યક્તિ પણ આવી ભૂલ કરતું હોય છે, ત્યારે હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમે પણ હેરાન રહી જશો. જેમાં એક મહિલા દુઃખાવો થતા ગોળીના બદલે એરપોર્ડ્સ ગળી ગઈ હતી.

આ ઘટના સામે આવી છે અમેરિકાના મૈસાચુસેટ્સમાંથી. જ્યાં રહેવા વાળી એક મહિલાએ પેઇનકિલરની જગ્યાએ ભૂલમાં એપલના એરપોર્ડ્સ ગળી લીધા. 27 વર્ષીય મહિલાએ જાતે જ વીડિયોમાં દાવો કર્યો છે કે તેને દર્દ નિવારક ઈબ્રુપ્રોફેનનું સેવન કરવાની જગ્યાએ ભૂલમાં એપ્પલ એરપોર્ડ્સ ગળી લીધા હતા.

હવે આ ખબર સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહી છે. કાર્લિએ ટિક્ટોક વીડિયોની અંદર દાવો કર્યો છે કે, “હું મારી પથારીમાં આરામ ફરમાવી રહી હતી અને મારા એક હાથમાં એપલના એરપોર્ડ્સ હતા અને બીજા હાથમાં પેઇનકિલર ટેબ્લેટ. આ દરમિયાન મેં પાણીની બોટલ ઉઠાવી અને એરપોર્ડ્સને દવા સમજીને ગળી લીધા.

આ મહિલાએ એમ પણ જણાવ્યું કે જયારે તેને એરપોર્ડ્સ ગળ્યા ત્યારે તેને અંદાજ પણ ના થયો કે કઈ ગડબડ થઇ છે. જેના બાદ મહિલાએ જણાવ્યું કે જ્યારે તેને પોતાના એરપોર્ડ્સ ના મળ્યા ત્યારે તેને તેનું લોકેશન સર્ચ કર્યું, જેના બાદ તેને ફાઇન્ડ માય એરપોર્ડ મ્યુઝિક ચલાવ્યું, જેનો અવાજ પેટમાંથી આવી રહ્યો હતો. 2 દિવસ પછી કાર્લિએ ફરી એરપોર્ડ્સ લોકેશન સર્ચ કર્યું પરંતુ તે બંધ આવી રહ્યું હતું અને લોકેશનની પણ ખબર પડી રહી નહોતી. જેના બાદ મહિલાએ એ જાણવા માટે એક્સ-રે કરાવ્યું કે તેના શરીરનો કોઈ ભાગ ડેમેજ તો નથી ને !”


એક્સ-રેમાં એ વાત સ્પષ્ટ થઇ ગઈ કે કાર્લિના પેટમાં તેના એરપોર્ડ્સ છે. સારી વાત એ હતી કે એરપોર્ડ્સ દ્વારા તેના પેટમાં કોઈ નુકશાન નથી થયું. થોડીવાર પછી એરપોર્ડ્સ તેની જાતે જ શરીરમાંથી બહાર આવી ગયા હતા. આ ખબર સાંભળ્યા બાદ લોકો પણ હેરાની માં છે કે કોઈ કેવી રીતે દવાની જગ્યાએ આખા એરપોર્ડ્સ ગળી શકે છે ?

Niraj Patel