પતિ હંમેશા બિઝનેસ ટ્રિપનું નામ લઈને જતો હતો એવું કામ કરવા કે પત્નીએ જયારે શુટકેસ ખોલી ત્યારે અંદર જોઈને ઉડી ગયા તેના હોશ

પત્નીએ શુટકેસ ચેક કરી તો એક નાનકડી વસ્તુએ ભાંડો ફોડ્યો

આજકાલ પતિ અને પત્નીના સંબંધોમાં વિશ્વાસ જેવું રહ્યું નથી, આજે તેમની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિનું હોવું એક સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ જયારે લગ્નેત્તર સંબંધોની હકીકત સામે આવે છે ત્યારે જે બને છે તે હેરાન કરી દેનારું હોય છે. હાલ એવી જ એક ઘટનાની ખબર સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહી છે.

એક પત્નીને તેના પતિ ઉપર શંકા હતી કે તે તેને છેતરી રહ્યો છે અને તેનું કોઈ અન્ય છોકરી સાથે અફેર પણ ચાલી રહ્યું છે, પરંતુ પત્નીને તેના પતિ વિરુદ્ધ કોઈ પુરાવા નહોતા મળી રહ્યા. જેના બાદ તેને તેના પતિની શુટકેસ ચેક કરી અને ત્યારે પતિની સાચી હકીકત તેની સામે આવી ગઈ, અને પતિનો પર્દાફાશ થઇ ગયો.

ન્યુઝ મીડિયા મિરરના રિપોર્ટ અનુસાર ટિક્ટોક ઉપર એક બેકી નામની મહિલાએ પોતાની સ્ટોરી શેર કરી છે અને લખ્યું છે કે તેનો પતિ એક બિઝનેસ ટ્રીપ ઉપર ગયો હતો. તેનો પતિ એજ હોટલની અંદર રોકાયો હતો જેમાં તેની ગર્લફ્રેન્ડ પણ રોકાયેલી હતી. આ યુવતી પહેલા તેના પતિ સાથે કામ પણ કરતી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

જયારે તેની પત્નીએ તેના પતિને પૂછ્યું ત્યારે પતિએ તેને કહ્યુ કે તેને હવે તેની એક્સ ગર્લફ્રેન્ડમાં કોઈ રસ નથી રહ્યો. પરંતુ જયારે પત્નીએ કહ્યું કે તેમે બંને એક જ હોટલમાં રોકાયા હતા ત્યારે પતિએ કહ્યું કે ભલે અમે એક જ હોટલની અંદર રોકાયા હતા પરંતુ અમારા રૂમ અલગ અલગ હતા.

જેના બાદ પત્નીએ તેના પતિનું હોટલનું નામ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પતિએ તેને હોટલનું નામ ના જણાવ્યું, પત્ની ઇચ્છતી હતી કે જો તેને હોટલનું નામ ખબર પડી જાય તો તે ત્યાં ફોન કરીને પૂછી શકે કે તેના પતિ અને તેની એક્સ ગર્લફ્રેન્ડની સુવા માટેની વ્યવસ્થા કેવા પ્રકારની હતી.

જેના બાદ પતિ જયારે બિઝનેસ ટ્રીપ ઉપરથી તેના ઘરે પરત ફર્યો ત્યારે પત્નીએ તેની સૂટકેસ ચેક કરી. સુટકેસમાંથી પત્નીને એક જુરાબ મળ્યો જેની અંદર એક ગુલાબી રંગનો નકલી નખ પણ હતો. જયારે તેને આ નકલી નખ વિશે તેના પતિને પૂછ્યું ત્યારે તેને જણાવ્યું કે આ તેની માતાનો નકલી નખ છે. હવે તેના માટે આ વિચારવા જેવી વાત હતી કે બિઝનેસ ટ્રીપની અંદર તેની માતાનો નકલી નખ કેવી રીતે આવ્યો ? આ વાતને લઈને પત્નીને લાગ્યું કે તેનો પતિ તેની સાથે છેતરપિંડી  કરી રહ્યો છે અને પછી તેને પોતાની આખી જ કહાની ટિક્ટોક ઉપર જણાવી દીધી.

Niraj Patel