એ સ્ત્રી છે કંઈપણ કરી શકે છે, જુઓ કાર પાર્ક કરવા માટે છોકરીએ કેટલી કરી મહેતન, વીડિયો જોઈને હસવું રોકી નહીં શકો

સોશિયલ મીડિયામાં યુવતીઓના ડ્રાઈવિંગ કરતા ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણી યુવતીઓ સ્કૂટર કે કાર લઈને નીકળે છે અને તેમના પાર્કિંગ કરવા કે ટર્નિંગ લેવાના કેટલાય વીડિયો વાયરલ થઇ જાય છે ત્યારે હાલમાં એક એવી જ યુવતીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે કાર પાર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે.

આ વ્યાલ વીડિયોને ટિક્ટોક ઉપર શેર કર્યા બાદ ટ્વીટર ઉપર પણ શેર કરવામાં આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક યુવતી બે કારની વચ્ચે પોતાની કારને પાર્ક કરવા માટે કેટલી મહેતન કરે છે. ઘણીવાર તે કારને અંદર બહાર કર્યા કરે છે અને તે છતાં પણ તેની ગાડીને સરખી રીતે પાર્ક નથી કરી શકતી.

પછી એક બીજી યુવતી ત્યાં આવે છે અને ગાડી પાર્કિંગ કરી રહેલી યુવતીને ડાયરેક્શન આપે છે તે છતાં પણ તે કાર પાર્ક કરવામાં નિષ્ફળ રહે છે અને છેલ્લે મહા મુસીબતે તે કાર પાર્ક કરી શકે છે. આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

 

ઘણા લોકો આ વીડિયોને જોઈને પોતાનું હસવું પણ નથી રોકી શકતા. આ વીડિયોને અત્યાર સુધી 20.2 મિલિયન લોકોએ જોયો છે અને ઘણા લોકોએ કોમેન્ટ અને લાઈક પણ કરી છે. તમે પણ જુઓ આ વાયરલ વીડિયોને…

Niraj Patel