ઈંડા ચોરવા માટે ઝાડ પર ચઢ્યો હતો યુવક, નીચે ઉભી રહીને યુવતી કરી રહી હતી કેચ…પછી આવ્યો મોર અને ભણાવ્યો એવો પાઠ કે.. જુઓ વીડિયો

ઢેલના ઈંડા ચોરવા માટે આવ્યું એક કપલ, અચાનક આવી ગયો મોર અને કર્યા બંનેના એવા હાલ કે વીડિયો જોઈને કહેશો.. “બરાબર કર્યું…” જુઓ

ઇન્ટરનેટની દુનિયામાં ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. રોજ બરોજ કોઈના કોઇ નવી ઘટનાઓ સામે આવે છે અને તેના વીડિયો બનાવીને લોકો તેમના સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરતા હોય છે. દૂર દેશમાં બનેલી કોઈ ઘટના પણ જોત જોતામાં વાયરલ થઇ જાય છે. તો ઘણીવાર જુના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

કેટલાય એવા વીડિયો પણ સામે આવે છે જેને જોઈને આપણે પેટ પકડીને હસવા પણ લાગીએ. તો ઘણા વીડિયોમાં કેટલીક એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને આપણને પણ હેરાની થઇ જાય. હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવક અને યુવતી ઈંડા ચોરી રહ્યા હતા ત્યારે જ તેમને મોરે પાઠ ભણાવ્યો.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ ઝાડ પર ઉભો છે અને એક યુવતી નીચે પોતાનો ખોળો ખોલીને ઉભી છે, ઝાડ પર રહેલો વ્યક્તિ એક પછી એક ઈંડા મહિલાના ખોળામાં નાખે છે, ત્યારે જ અચાનક મોર આવી જાય છે અને ઝાડ પર રહેલા વ્યક્તિ પર હુમલો કરવા લાગે છે.

આ દરમિયાન પણ મહિલા નીચે જ ઉભી હોય છે અને પછી મોર મહિલા પર પડતા જ મહિલા પણ નીચે પડી જાય છે. વીડિયો ત્યાં જ પૂર્ણ થઇ જાય છે. વીડિયોને ફિગન નામના યુઝર્સ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જેને  અત્યાર સુધીમાં ચાર લાખ કરતા પણ વધારે લોકોએ જોઈ લીધો છે. સાથે જ ઘણા લોકો કોમેન્ટ કરીને આ કપલને ખરું ખોટું સંભળાવી પણ રહ્યા છે. જો કે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આ વીડિયો સ્ક્રિપ્ટેડ પણ હોઈ શકે છે.

Niraj Patel