પતિની આ વાત સાંભળી મહિલાએ કેટલાય દિવસો સુધી ના ખાધુ ખાવાનું, તસવીરો જોઇ તમે પણ ડરી જશે
Woman starves herself to 22kg for husband : મહિલાઓ પોતાના લુકને લઈને ખૂબ જ સજાહ રહે છે. તેને એ વાતની ચિંતા હોય છે કે તે ક્યાંક ખરાબ તો નથી લાગી રહી ને. મોટાભાગની મહિલાઓ તેમના વજનને લઈને ખૂબ જ ચિંતિત હોય છે. ત્યારે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના પતિએ તેના લુક પર કમેન્ટ કરી અને પછી તેણે પતિને ખુશ કરવા ખાવા-પીવાનું બંધ કરી દીધું.
જે બાદ મહિલાનું વજન માત્ર 22 કિલો જ રહ્યું. ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર, સાઉથ-વેસ્ટર્ન રશિયામાં રહેતી મહિલા Yana Bobrova ના પતિએ તેના લુક પર કમેન્ટ કરી હતી. જે પછી તેને પોતાનું વજન ઘટાડવાનું ભૂત સવાર થઈ ગયું. તેણે પોતાને ભૂખમરાનો શિકાર બનાવી. ખૂબ જ સુંદર અને સ્વસ્થ દેખાતી યાનાનો વજન ઘટાડ્યો પછીનો લુક જોઈને તો તમે પણ ડરી જશો.
તેને જોયા પછી તમે જ કહેશો કે આ કોઈ મહિલાનું શરીર નથી પણ જીવતું અને ચાલતુ ફરતુ કંકાલ છે. યાનાના પતિએ તેના ગાલ પર કમેન્ટ કરી હતી. તેણે કહ્યું કે તે તેના ફૂલી ગયેલા ગાલને કારણે ખૂબ જ જાડી લાગે છે. આવી સ્થિતિમાં યાનાએ નક્કી કર્યું કે તે જલ્દી જ પોતાનું વજન ઘટાડશે. તેણે કલાકો સુધી કસરત કરવાનું શરૂ કર્યું. આ સાથે તેણે કેટલાક મહિનાઓ સુધી ખાવા-પીવાનું પણ બંધ કરી દીધું હતું.
જે પછી યાનાનું વજન સતત ઘટતું ગયું અને તેનું શરીર કંકાલમાં ફેરવાઈ ગયું. યાના કલાકોની કસરત અને ખોરાક ન ખાવાને કારણે બીમાર પડી રહી હતી. આવી સ્થિતિમાં તેના પતિએ તેને આવું કરવા માટે ક્યારેય ના પણ ના પાડી. મહિલાની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. તેના પતિએ તેનું સોશલ સર્કિલ ખતમ કરી નાખ્યું અને તેને નોકરી પણ છોડાવી દીધી.
હવે તેની સાથે કોઈ નથી. યાનાએ એક ટીવી ચેનલને જણાવ્યું કે તેને યુનિવર્સિટીના દિવસોથી જ વજન ઘટાડવાની લત હતી. તે ખૂબ જ કસરત કરતી હતી અને ડાયેટ કરતી હતી. યાનાએ રશિયન NTV શો બિયોન્ડ ધ બોર્ડર પર તેની વજન ઘટાડવાની મુસાફરી વિશે વિગતો શેર કરી હતી.