બુર્જ ખલીફાના ટોપ ઉપર ઉભી રહીને આ મહિલાએ કર્યું એવું કે વીડિયો જોઈને જ તમને ચક્કર આવી જશે

આપણે ઘણા લોકોને એડવેન્ચરના શોખીન જોયા હશે, જે એડવેન્ચર કરવા માટે એવી એવી જગ્યાઓની પસંદગી કરતા હોય છે જે આપણે કદાચ જોઈ પણ ના હોય અને ત્યાં જઈને તે એવી સેલ્ફી અને વીડિયો લે છે તે જોઈને કોઈપણ હેરાન રહી જાય. ત્યારે બ્રિજ ખલીફા વિશે તો આપણે જાણીએ જ છીએ જે દુનિયાની સૌથી ઉંચી ઇમારતોમાંથી એક છે. ત્યારે જો કોઈ આ ઇમારતની ટોપ ઉપર ઉભું રહે તો ?

ઘણા લોકોને તો આ સાંભળીને જ ચક્કર આવી જવા લાગે પરંતુ, હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા બુર્જ ખલીફાના ટોપ ઉપર ઉભેલી જોવા મળી રહી છે. તેનો વીડિયો પણ ઇન્ટરનેટ ઉપર છવાઈ ગયો છે. આ વીડિયોને જોઈને ઘણા લોકોના મોઢા પણ ખુલ્લા રહી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Emirates (@emirates)

તો તમારા મનમાં આ મહિલાને જોઈને એક સવાલ ચોક્કસ થશે કે શા કારણે આ મહિલા આટલી ઊંચાઈ ઉપર ચઢી અને વીડિયો બનાવી રહી છે. તો તમને જણાવી દઈએ કે આ બધું જ મહિલાએ “અમીરાત એરલાઇન્સ”માટે કર્યું છે. જેમાં એક જાહેરાત માટે મહિલા કેબીન ક્રૂ મૅમ્બરને બુર્જ ખલીફાના ટોપ ઉપર હહતમાં કેટલાક બોર્ડ્સ લઈને ઉભી કરી દેવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Emirates (@emirates)

ઘણા લોકો આ વીડિયોને નકલી અને એડિટેડ માની રહ્યો હતો ત્યારે અમીરાત દ્વારા સોમવારે ટ્વીટ કરીને આ જાહેરાતનો મેકિંગ વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો અને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ વીડિયો એકદમ સાચો જ છે. બુર્જ ખલિફાના ટોપ ઉપર જઈને જાહેરાતનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.

Niraj Patel