વરસાદને કારણે IPL ફાઇનલ મેચ રોકાઇ તો એક મહિલા થઇ ગઇ એટલે ગુસ્સે કે પોલિસવાળાને મારતી જ રહી…વીડિયો થઇ ગયો વાયરલ

CSK Vs GT: IPL ફાઇનલ મેચમાં વરસાદ બન્યો વિલન તો…મહિલા ચાહકનો પારો થયો ગરમ ! પોલિસકર્મીની કરી દીધી ધોલાઇ, વીડિયો થયો વાયરલ

CSK Vs GT IPL 2023 Final Match: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની ફાઈનલ મેચની મજા વરસાદે બગાડી નાખી. 28 મેના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) અને ચાર વખત IPLનું ટાઇટલ જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઇનલ મેચ રમાવાની હતી. પરંતુ વરસાદના કારણે મેચ સ્થગિત કરવી પડી હતી. આ મેચ સોમવારે એટલે કે આજે રિઝર્વ ડેમાં રમાશે. આ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં એક મહિલા ફરજ પરના પોલીસકર્મી સાથે બદસલૂકી કરતી જોઈ શકાય છે. વીડિયોમાં જોવા મળે છે કે મહિલા પહેલા પોલીસકર્મીને ધક્કો મારે છે. જ્યારે પોલીસકર્મી ઉઠી જવા લાગે છે, ત્યારે મહિલા તેને થપ્પડ મારી ફરીથી ધક્કો મારી રહી છે. પોલીસમેન નીચે પડી જાય છે અને તે પછી પણ મહિલા તેનું રૌદ્ર સ્વરૂપ બતાવતી રહે છે.

જો કે મહિલા અને પોલીસકર્મી વચ્ચે શા માટે ઝડપ થઇ હતી તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં મહિલાને CSKની ફેન જણાવવામાં આવી રહી છે પણ અમે આ વાતની પુષ્ટિ નથી કરતા કે તે GTની ફેન છે કે CSKની. વીડિયો જોયા પછી કેટલાક લોકોનું કહેવું છે કે પોલીસકર્મી નશાની હાલતમાં હતો અને મહિલા સાથે ગેરવર્તન કરી રહ્યો હતો. તો કેટલાક લોકો મહિલાને ખોટી કહી રહ્યા છે.

ફરજ પરના પોલીસકર્મી પર હાથ ઉપાડવો એ કાયદેસરનો ગુનો છે. જો કોઈ આવું કરે છે તો તેની સામે આઈપીસીની કલમ 186 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. તેને ગુનેગાર તરીકે ગણવામાં આવશે અને તેને એક મહિનાની કેદ અને દંડની સજા થશે. આ સિવાય આવું કરનાર વ્યક્તિ પર કલમ ​​332 હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે. આ કલમ જાહેર સેવકને તેની ફરજોથી રોકવા અને ઇજા પહોંચાડવાના કિસ્સામાં લાદવામાં આવે છે. આમાં આકરી સજાની જોગવાઈ છે.

Shah Jina