વજન વધારાની સમસ્યાથી મોટાભાગના લોકો પીડાતા હોય છે, ત્યારે ઘણા લોકો વજન ઘટાડવા માટે જિમનો સહારો લે છે તો ઘણા લોકો દવાઓ દ્વારા પણ વજન ઘટાડવાના પ્રયત્નો કરતા હોય છે. પરંતુ આજે અમે એક એવી મહિલાની વાત કરવાના છીએ જેને લોકડાઉનમાં જ ઘરે બેઠા બેઠા 146 કિલો વજનમાંથી 60 કિલો વજન કરી દીધું.
અમે વાત કરી રહ્યા છીએ આયર્લેન્ડની રહેવા વાળી એક મહિલા કાર્લા ફીજરગાર્ડની. જેને લોકડાઉન દરમિયાન કઈક એવું કર્યું જેના કારણે તેનું વજન 146 કિલોથી ઘટીને 60 કિલો થઇ ગયું. 14 મહિના પહેલા કાર્લાનું વજન એટલું બધું હતું કે તેને તકલીફ થતી હતી.
ડેલી મેલના એક રિપોર્ટ પ્રમાણે ફક્ત તેને પોતાના ડાયટમાં સ્માર્ટ રીતે બદલાવ કરીને તેને આ કામ કરી બતાવ્યું છે. કાર્લાએ જણાવ્યું કે મેં નક્કી કર્યું કે વજન ઓછું કરવા માટે એકદમથી કેલોરી નથી ઘટાડવાની, પરંતુ ધીમે ધીમે તેને ઓછી કરવાની છે. પહેલા મેં કેલેરી નિયંત્રણ આહાર લેવાનું શરૂ કર્યું અને ના બરાબર જ વર્કઆઉટ કર્યું.
કાર્લાનું કેહવું છે કે વજન ઓછું થવાથી હું સ્વતંત્ર અનુભવ કરું છું. જીવનમાં પહેલીવાર હવે હું ફેશનનો આનંદ લઇ શકું છું. જિંદગી પહેલા ક્યારેય આટલી સારી નહોતી લાગતી જેટલી આજે લાગે છે.
પોતાનું વજન ઘટાડ્યા બાદ કાર્લા ખુબ જ ખુશ છે. કાર્લા એ મહિલાઓની જેમ અનુભવ કરી રહી છે જેવી તે હંમેશાથી દેખાવવા માંગતી હતી. તેનું કહેવું છે કે હવે હું એક અલગ વ્યક્તિ છું. ગર્વ, ખુશી અને આશાથી ભરેલી.
કાર્લાએ એ પણ જણાવ્યું કે પહેલા પણ તેને વજન ઘટાડવા માટેના ઘણા પ્રયત્નો કર્યા છે પરંતુ તે સફળ ના થઇ. કાર્લાને થોડી થોડીવારમાં કંઈક ખાવાની આદત પડી ગઈ હતી. જેના કારણે તે ત્રણથી પાંચ હજાર કેલેરી ખાઈ જતી હતી. લોકડાઉન દરમિયાન કાર્લાએ પોતાની આ આદત ઉપર ફોકસ કર્યું. જેના કારણે તેની આ આદત પણ નિયંત્રણમાં આવી ગઈ.
હાલમાં વજન ઘટાડ્યા બાદ કાર્લા ભરપૂર જિંદગી જીવી રહી છે. પહેલા જ્યાં તેને બેસવા માટે તેની તેની સાઈઝની સીટ નહોતી મળતી, ફલાઇટમાં બેસવામાં પણ મુશ્કેલી થતી હતી. પહેરવા માટે કપડા પણ મર્યાદિત હતા. ત્યારે હવે તે આ બધામાંથી છુટકારો મેળવી અને મનપસંદ કપડાં પહેરી રહી છે.
કાર્લાએ પોતે જ પોતાની તસવીરો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર શેર કરી છે. આ તસ્વીરોમાં તેને પોતાના જુના લુક્સ અને નવા લુકની તુલના કરી છે. લોકો આ તસ્વીરોને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. સાથે જ કાર્લાની મહેનત માટે તેને શુભકામનાઓ પણ આપી રહ્યા છે.