વિચિત્ર પ્રેમ કહાની : મહિલાને ઢીંગલા સાથે થયો પ્રેમ અને કરી લીધા લગ્ન, હવે બાળકને જન્મ આપવાનો કર્યો દાવો, તસવીરો થઇ વાયરલ

આપણે એક કહેવત સાંભળી હશે કે “લગ્ન કરવા એ કોઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી !” જયારે આપણે નાના હતા ત્યારે રમત રમતમાં ઢીંગલી કે ઢીંગલા સાથે લગ્ન કરતા હતા. પરંતુ મોટા થઈને સમજાયું કે આ બધું તો આપણી રમતનો એક ભાગ હતો, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં એક મહિલાએ ઢીંગલા સાથે લગ્ન કર્યા અને લગ્ન બાદ એક બાળકને જન્મ આપ્યો હોવનો દાવો કર્યો છે.

બ્રાઝિલમાં રહેવા વાળી મેરિવોન રોચા મોરેસ નામની મહિલા કહે છે કે જ્યારે તે માર્સેલો (ઢીંગલા)ને મળી ત્યારે તેની સાથે પ્રથમ નજરનો પ્રેમ હતો. મેરીવોને જણાવ્યું કે માર્સેલો નામનો ઢીંગલો તેની માતાએ બનાવ્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે તે ઘણીવાર તેની માતાને ફરિયાદ કરતી હતી કે હું સાવ એકલી છું, મારી સાથે કોઈ ડાન્સ કરતું નથી. મને ઢીંગલો બનાવી આપો. પછી મેરીવોનની માતાએ તેના માટે ઢીંગલો બનાવી આપ્યો.

મેરિવોન અને માર્સેલો તેઓ મળ્યા તે દિવસથી રોમેન્ટિક સંબંધમાં છે. આ દંપતીએ એક સુંદર સમારોહમાં લગ્ન કર્યા જેમાં 250 મહેમાનોએ હાજરી આપી હતી. મીડિયા સાથે વાત કરતા મેરિવોને તેની માતા વિશે કહ્યું, “કારણ એવું છે કે મારી પાસે ફોરો ડાન્સર નહોતી. જ્યારે હું ડાન્સ કરવા જતી ત્યારે હંમેશા પાર્ટનર શોધતી હતી. પછી તે મારા જીવનમાં આવ્યો અને પછી મને સમજાયું કે આ મારો પાર્ટનર છે.”

મેરિવોને આગળ કહ્યું, “મારા માટે તે એક અદ્ભુત દિવસ હતો, ખૂબ જ મહત્વપૂર્ણ, ખૂબ જ લાગણીશીલ. તે એક વ્યક્તિ છે જે હું હંમેશા મારા જીવનમાં ઇચ્છતી હતી. તેની સાથે લગ્ન જીવન અદ્ભુત છે. તે મારી સાથે લડતો નથી, તે દલીલ કરતો નથી અને તે ફક્ત મને સમજે છે. માર્સેલો એક મહાન અને વફાદાર પતિ છે. તે એવો માણસ છે અને બધી સ્ત્રીઓ તેની ઈર્ષ્યા કરે છે.

જો કે, મેરિવોને કહ્યું કે તે એકમાત્ર કમાણી કરનાર છે જે તેના બિલ ચૂકવવા માટે સંઘર્ષ કરી રહી છે. તેણે સ્વીકાર્યું કે તેનામાં ઘણા બધા ગુણો છે પરંતુ એક ખામી એ છે કે તે આળસુ છે. તે બિલકુલ કામ કરતો નથી, પરંતુ હું એક યોદ્ધા છું અને હું બધા કામ જાતે કરું છું. દંપતીએ 21 મેના રોજ તેમના ઢીંગલી-બેબી માર્સેલિન્હોનું સ્વાગત કર્યું. મેરીવોને 200 લોકોના પ્રેક્ષકોને લાઇવ-સ્ટ્રીમિંગ કરતી વખતે, ડૉક્ટર અને નર્સની હાજરીમાં ઘરે માત્ર 35 મિનિટમાં જન્મ આપ્યો.

તેણે દાવો કર્યો, ‘મને પીડામાં સંકોચનનો અનુભવ થતો ન હતો. પ્લેસેન્ટા, નાળ અને લોહી જોતા, તે બધું વાસ્તવિક હતું. બાળક માત્ર 35 મિનિટમાં તૈયાર થઈ ગયું હતું. જ્યારે લોકો તેને કહે છે કે તેનો પરિવાર નકલી છે ત્યારે મેરિવોનને નફરત થાય છે. તેને કહ્યું, ‘જ્યારે લોકો કહે છે કે તે નકલી છે ત્યારે આ વસ્તુ મને ખરેખર હેરાન કરે છે. આનાથી મને ખૂબ ગુસ્સો આવે છે. હું સ્ત્રી છું. મારા પિતા, મારી માતાએ મને પ્રામાણિક બનવાનું, સારી વ્યક્તિ બનવાનું અને કોઈ પણ વસ્તુનો લાભ ન ​​લેવાનું શીખવ્યું છે.

Niraj Patel