અમદાવાદની 41 વર્ષની મહિલાએ ડેટિંગ એપથી મળેલા યુવક સાથે કર્યા લગ્ન, 10 જ દિવસમાં ના થવાનું થઇ બેઠું…

ગુજરાતમાંથી ઘણીવાર લગ્ન અને ડિવોર્સની તેમજ છેતરપિંડી અને લગ્નેતર સંબંધોની એવી એવી ઘટના સામે આવે છે કે લોકો હેરાન રહી જાય. ત્યારે અમદાવાદમાં રહેતી એક મહિલાએ કેટલાક વર્ષ પહેલા ડેટિંગ એપથી સંપર્કમાં આવેલ યુવક સાથે મિત્રતા બાદ કર્યા હતા. પણ લગ્નના દસ જ દિવસમાં તેના પતિએ પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધુ. મહિલાને તેના પતિએ અનેક પ્રકારનો ત્રાસ આપ્યો અને આખરે કંટાળેલી મહિલાએ તેના પતિ વિરૂદ્ધ પોલિસમાં ફરિયાદ નોંધાવી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

મુળ કર્ણાટકની અને અમદાવાદમાં ચાંદખેડામાં રહેતી 41 વર્ષીય મહિલા આઈટી કંપનીમાં કામ કરે છે અને તે વર્ષ 2017માં ડેટિંગ એપ પરથી એક યુવકના સંપર્કમાં આવી હતી. જે બાદ બંનેની મિત્રતા આગળ વધતા અને યુવકે લગ્નનો પ્રસ્તાવ મૂકતા મહિલાએ તેની સાથે લગ્ન કર્યા હતા. આ યુવકે યુવતીને કેદારનાથની યાત્રામાં જોડાવાનું કહી 2019માં લગ્ન માટેનો પ્રસ્તાવ મૂક્યો અને પછી યુવતીએ ભરોસો કરી ેની સાથે વર્ષ 2021માં લગ્ન કર્યા.

જો કે, લગ્નના દસેક દિવસમાં જ તેના પતિએ પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યુ અને બબાલ શરૂ કરી. આ ઉપરાંત તેણે મહિલાને ત્રાસ આપવાનું શરૂ કર્યું. તેણે મહિલાને કહ્યુ કે, તારી સાથે લગ્ન કરી બહુ મોટી ભૂલ થઈ ગઈ, હવે આપણું જીવન આગળ ચાલે એમ નથી અને મારે તારી જોડે આગળ પરિવાર વધારવો નથી અને બાળકો પણ લાવવા નથી. જો કે, પતિના મોઢે આવા શબ્દો સાંભળી મહિલા તો અવાક થઈ ગઈ હતી.

જે બાદ તેના પતિએ તેને કહ્યુ- હું કહું એમ રહેવાનું અને મારા કહ્યા પ્રમાણે કરવાનું. આ ઉપરાંત તેણે એવું પણ કહ્યુ કે, તારા માતા પિતાએ દહેજમાં કંઇ નથી આપ્યું, આવું કહી તેણે ત્રાસ આપવાનું ચાલુ રાખ્યુ. એક જ ઘરમાં રહેતા હોવા છત્તાં પતિએ અલગ રહેવાનું શરૂ કર્યુ અને પોતાની અલગ રસોઈ બનાવવાનું શરૂ કર્યુ. થોડા દિવસ પછી જ્યારે મહિલાનો પતિ સામાન પેક કરી રહ્યો હતો તો તેણે કહ્યુ કે, મિત્રો સાથે ફરવા જવું છું, ક્યાં જવું છું, ક્યારે આવીશ તેવું ના પૂછ, મારી જીંદગી છે મારી જીંદગીમાં તારે વચ્ચે આવાનું નહીં, હું ગમે ત્યા જવું મારે તારી સાથે કાંઈ પણ લેવાદેવા નથી,

આવું કહી તેણે મહિલાને અપમાનિત કરી હતી. જે બાદ મહિલાએ પતિને હું તમારી પત્ની છું આવું કેમ બોલો છો, તો પતિએ તેને ફટકારી. તે બાદ મહિલા પિયર જતી રહી તો પતિએ ફોન કરી તારો બધો સામાન લઈ જજે નહી તો ફેંકી દઈશ તેવી ધમકી આપી અને સાસરે પહોંચ્યો. સાસરે જઈને તેણે બૂમાબૂમ કરી અને મહિલાના પરિવારે એડવોકેટની હાજરીમાં જ તે મળશે તેમ કહેતા આખરે પતિના ત્રાસથી કંટાળેલી મહિલાએ પોલિસમાં ફરિયાદ નોંધાવી.

Shah Jina