મકાન માલિક સાથે લુડો રમવા લાગી મહિલા, પોતાને જ લગાવી દીધી દાવ પર અને પછી હારી જતા જ થયું એવું કે… આખી ઘટના જાણીને માથું પકડી લેશો, જુઓ

લુડોએ ભાંગ્યું ઘર, પતિ મજૂરી કરીને પત્નીને પૈસા મોકલતો રહ્યો અને પત્ની એ પૈસા મકાન મલિક સામે લુડોમાં હારતી રહી, આખરે પૈસા પુરા થઇ જતા પોતાને જ લગાવી દાવ પર… જુઓ પછી…

આજકાલ મોબાઇલની અંદર ગેમ રમવાનું ચલણ વધ્યું છે. મોટાભાગના લોકો પોતાના ફ્રી ટાઈમમાં મોબાઈલની અંદર કોઈને કોઈ ગેમ ઇન્સ્ટોલ કરી રાખતા હોય છે અને રમતા હોય છે. ઘણા લોકો તો ગેમ રમવામાં એટલા ઓતપ્રોત બની જાય છે કે પોતાનો કામ ધંધો પણ છોડી દેતા હોય છે. આવી ઓનલાઇન ગેમના કારણે ઘણા બધા લોકોને નુકશાન થયાના કિસ્સાઓ પણ તમે સાંભળ્યા હશે, પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તેને જાણીને ખરેખર તમારું દિમાગ પણ હચમચી જશે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

તમે મહાભારતનો પેલો ચોપાટ વાળો પ્રસંગ તો સાંભળ્યો જ હશે, જેમાં પાંડવોએ દ્રૌપદીને દાવ પર લગાવી હતી અને પછી પાંડવો હારી જતા ચીર પૂરવા માટે સાક્ષાત કૃષ્ણ ભગવાનને આવવું પડ્યું હતું. ત્યારે હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક ભાડુઆત મહિલાએ મકાન માલિક સાથે લુડો રમતા રમતા પોતાને જ દાવ પર લગાવી દીધી હતી અને આ ગેમમાં તે મકાન માલિક સામે હારી ગઈ હતી.

આ હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાંથી. જ્યાં શહેરમાં રહેતી એક મહિલા પોતાના મકાન માલિક સાથે પતિની ગેર હાજરીમાં લુડો રમતી રહી અને જયારે તેની પાસે પૈસા ખતમ થઇ ગયા તો પોતાને જ મકાન માલિક આગળ ગીરવે મુકીને હારી ગઈ. આ ઘટના બાદ પીડિત પતિ ઘરે પરત ફર્યો અને આમ તેમ ઠોકરો ખાઈને પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી હતી. સાથે જ પોતાનું નિવેદન પણ સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધું.

પીડિત પતિએ દાવો ર્ક્યો છે તે પ્રપગઢ દેવકલીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. 6 મહિના પહેલા તે રોજી રોટી કમાવા માટે રાજસ્થાનના જયપુરમાં ગયો હતો અને કમાણીમાંથી પોતે ઓછું ખાઈને પત્નીને પૈસા મોકલતો હતો. તે પૈસા પત્ની મકાન માલિક સાથે જુગારમાં વાપરતી હતી. પૈસા પૂર્ણ થઇ જવા પર તેને પોતાની જાતને દાવ પર લગાવી દીધી અને હારી ગઈ. આ વાતની જાણકારી પણ પત્નીએ પતિને ફોન પર આપી હતી.

પત્નીએ પતિને ફોન કરીને કહ્યું હતું કે, “હું પોતાને લુડોમાં હારી ગઈ છું. આવીને કાગળિયા કરી લેજો. હવે અમારા ચક્કરમાં પડશો તો કાપીને ફેંકી દઈશું.” પતિએ એમ પણ જણાવ્યું કે લગ્ન બાદ તેના બે બાળકો પણ છે અને હવે તે લુડોમાં હાર્યા બાદ મકાન માલિક સાથે રહે છે. મેં બહુ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે કોઈ વાત માનવા માટે તૈયાર નથી.

Niraj Patel