ચમત્કાર! અંતિમ સંસ્કારની ચાલી રહી હતી તૈયારી, ત્યારે જ અચાનક જીવતી થઈ મહિલા….

આ દુનિયામાં રોજે રોજ લાખો ઘટનાઓ બનતી હોય છે. જો કે આમાની કેટલીક ઘટનાઓ એટલી વિચિત્ર હોય છે કે તેમના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. પછી આવી ઘટનાઓને લોકો ચમત્કાર ગણવા લાગે છે. આવો જ એક ચમત્કાર ત્યારે થયો જ્યારે એક મહિલાના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા અને તે ઉભી થઈ. મહિલામાં અચાનક જીવીત થતા લોકો ફફડી ઉઠ્યા. થોડીવાર તો શું કરવું તેની સમજ ન પડી.

આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, આ મહિલાનું નામ રોજા ઈસાબેલ છે અને તે પેરુની રહેવાસી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એક અકસ્માત બાદ ઈસાબેલનું મૃત્યુ થયું હતું. લોકો તેના અંતિમ સંસ્કાર માટે એકઠા થયા અને તેમના શરીરને તાબુતમાં રાખવામાં આવ્યું. જો કે તાબુતમાં રાખ્યા બાદ જે થયું તે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. અચાનક તાબુતમાંથી અવાજ આવવા લાગ્યો. લોકો કઈ સમજે તે પહેલા જ રોજા તાબુતમાંથી બહાર આવી ગઈ. હવે આ સમયે જે લોકો તેમના મોત પર રડી રહ્યા હતા તે ડઘાઈ ગયા. લોકોને આવી અપેક્ષા પણ ન હતી કે જેને મરેલી સમજી રહ્યા છીએ તે રોજા અચાનક આ રીતે લોકોની સામે આવશે.

રિપોર્ટ અનુસાર રોજા ઈસાબેલ એક ભીષણ અકસ્માતનો શિકાર થઈ હતી. તેમની સાથે પરિવારના અન્ય સભ્યો પણ હતા. તેમા ત્રણની હાલત ગંભીર છે, જ્યારે રોજા અને તેમની સાથે અન્ય એક વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે રોજના અંતિમસંસ્કાર કરવા માટે તેના મૃતદેહને તાબુતમાં રાખવામાં આવ્યો. અંતિમ સંસ્કારમાં આવેલા તેમના પરિવારના સભ્યો અને સગા સંબંધીઓ રડી રહ્યા હતા ત્યારે જ અચાનક તાબુતમાંથી કઈંક અવાજ આવવા લાગ્યો. એક રિપોર્ટ પ્રમાણે જ્યારે કબ્રસ્તાનના કેરટેકરે તાબુતનો દરવાજો ખોલ્યો તો રોજાની આંખો ખુલી હતી અને તે પરસેવાથી રેબઝેબ થઈ ગઈ હતી.

રોજાને જીવીત જોતા તેને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવી. તાબુત સહિત રોજાને તપાસ માટે હોસ્પિટલે ખસેડાઈ. રોજાને હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવી છે અને તેની સ્થિતિ ગંભીર હોવાની વાત સામે આવી છે. આ અંગે સગા સંબંધીઓનું માનવું છે કે કદાચ રોજા કોમામાં સરી પડી હશે અને તેને ડોક્ટરોએ મરેલી સમજી લીધી હતી. તો બીજી તરફ પેરુ પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

YC