દેવું ના ચૂકવવું પડે તે માટે થઈને આ યુવતીએ કર્યું મરવાનું નાટક, નાકમાં નાખ્યું રૂ અને કફનમાં સુઈ ગઈ… પછી આ રીતે ખુલી આખી પોલ.. જુઓ

દીકરીના ફેસબુક પર મમ્મીએ પોતે કરી દીધી મરવાની જાહેરાત, કહ્યું, “અકસ્માતમાં થયું મોત…” પછી દીકરીએ ખોલી નાખી આખી પોલ.. સમગ્ર મામલો હોંશ ઉડાવી દેશે…જુઓ

કોઈને આપણે ઉછીના પૈસા આપ્યા હોય અને જયારે પૈસા પાછા લેવાનો સમય આવે ત્યારે લોકો કેવા કેવા બહાના બતાવતા હોય છે અને નાટકો કરતા હોય છે તે આપણે બધાએ જોયું છે. કેટલાક લોકો તો જીવતા લોકોને મારી નાખવાના પણ બહાના બનાવતા હોય છે, પરંતુ હાલ એક એવી ઘટના ચર્ચામાં ચાલી રહી છે જેને સાંભળીને તમારા પણ હોંશ ઉડી જશે. એક મહિલાએ પોતાના દેવાથી બચવા માટે મરવાનું જે નાટક કર્યું તેની આખી કહાની હોંશ ઉડાવી દેનારી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ મામલો ઇન્ડોનેશિયાનો હોવાનું ખહેવાય છે. મહિલાનું નામ લીજા છે અને તેને માયા નામની એક મહિલા પાસેથી ઉધાર પૈસા લીધા હતા. જો કે મીડિયા રિપોર્ટમાં કેટલા પૈસા લીધા હતા તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ખુબ જ વધારે પૈસા આ મહિલાએ લીધા હોવાના કારણે પૈસા આપનાર મહિલા તેની પાસે વાંરવાર ઉઘરાણી કરી રહી હતી.

તો એક અન્ય મીડિયા રિપોર્ટ અનુસાર મહિલાના વારંવાર પૈસા માંગવા પર લીજા બહાના બનાવતી હતી. પરંતુ એક દિવસ તો તેને તમામ હદો પર કરી દીધી. તેને તેની દીકરીના એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી જેમાં બતાવવામાં આવ્યું કે તેનું નિધન થઇ ગયું છે. આ તસવીરમાં તે સફેદ કપડામાં હતી અને તેના નાકમાં રૂ પણ લગાવેલું હતું.

ફક્ત એટલું જ નહિ.. પોસ્ટની કેપશનમાં પણ લખવામાં આવ્યું હતું કે “તેની માતાનું એક કાર અકસ્માતમાં મોત થઇ ગયું છે અને હવે થોડા જ સમયમાં તેને દફનાવવામાં આવશે.” આ પોસ્ટ બાદ તેના સાગા સંબંધીઓમાં પણ હડકંપ મચી ગયો હતો. ઘણા લોકો તેને પૂછવા લાગ્યા કે આ ક્યારે અને કેવી રીતે થયું. પરંતુ આખરે સચ્ચાઈ સામે આવી જ ગઈ. લીજાની દીકરીએ જ એક અન્ય પોસ્ટ કરીને તેની માતાની હકીકત જણાવી દીધી.

Niraj Patel