પોલીસ સાથે મુઠભેડમાં માર્યા ગયેલા આ કુખ્યાતની પત્નીએ પણ હાથમાં સુસાઇડ નોટ લખીને ગળે ટુંપો ખાઈ જીવન ટૂંકાવ્યું, જાણો સમગ્ર મામલો

3 વર્ષ પહેલા પોલીસ સાથે એન્કાઉન્ટરમાં માર્યો ગયો પતિ, હવે પિયરમાં રહેતી પત્નીએ પણ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું… જાણો એવું તો શું બન્યું ?

ગુજરાત સમેત દેશભરમાં આપઘાતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. કેટલાય લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પારિવારિક ઝઘડના કારણે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. પરંતુ હાલમાં એક એવો મામલો સામે આવ્યો છે જેણે સૌને ચોંકાવી દીધા છે. એક મહિલાએ પોતાના હાથ પર સુસાઇડ નોટ લખીને ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું.

ત્રણ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના ઝાંસી પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા પુષ્પેન્દ્ર યાદવની પત્ની શિવાંગીએ બુધવારે તેના પિયરના ઘરે ફાંસી લગાવી લીધી હતી. તેનો મૃતદેહ દુપટ્ટાથી લટકતો જોઈ પરિવારમાં હોબાળો મચી ગયો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

અટ્ટા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ પિપરાયાના રહેવાસી રાકેશ યાદવે તેની 25 વર્ષની પુત્રી શિવાંગીના લગ્ન વર્ષ 2019માં ઝાંસીના કરમુખામાં રહેતા પુષ્પેન્દ્ર યાદવ સાથે કર્યા હતા, પરંતુ લગ્નના 4 મહિના બાદ જ ઓક્ટોબરમાં 5, પુષ્પેન્દ્ર યાદવનું ઝાંસી જિલ્લામાં જ પોલીસમાં એન્કાઉન્ટર થયું હતું.તેના થોડા દિવસો પછી, શિવાંગી આટા પોલીસ સ્ટેશન વિસ્તારના તેના માતૃ ગામ પિપરાયામાં પાછી આવી હતી અને ત્યાં જ રહેતી હતી.

પુષ્પેન્દ્રના એન્કાઉન્ટર બાદ શિવાંગી માનસિક રીતે પરેશાન હતી અને મંગળવારે રાત્રે પરિવાર સૂઈ ગયા બાદ તેણે તેના ડાબા હાથની હથેળી પર લખ્યું હતું કે “હું સ્વેચ્છાએ હું મારી જાતે ખત્મ થઇ રહી છું. કોઈ પર કોઈએ આરોપ ના લગાવવો.”  જેના બાદ તેણે રૂમમાં તેના દુપટ્ટા વડે ફાંસી લગાવી લીધી.

બુધવારે સવારે જ્યારે શિવાંગી ઘણા મોડા સુધી રૂમમાંથી બહાર ન આવી ત્યારે તેની માતા તેને ઉઠાડવા માટે ગઈ, ત્યારે શિવાંગીને દુપટ્ટાથી લટકતી જોઈને તે ચોંકી ગઈ. તેની ચીસોના કારણે પરિવારના બાકીના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને થોડી જ વારમાં પોલીસ પણ ત્યાં આવી ગઈ હતી, જેમણે મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

Niraj Patel