શું કળયુગ આવ્યો છે…સાવકા દીકરાના બાળકની મા બનવાની છે આ મહિલા, પતિ સાથે કરી શરમજનક હરકત

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. લોકો નાત-જાત, ઉંમર કંઈપણ જોતા નથી અને એકબીજાને પ્રેમ કરી બેસે છે. જો કે આ સામાન્ય વાત છે પણ તમને જાણવા મળે કે એક મહિલાને પોતાના જ સાવકા દીકરા સાથે પ્રેમ થઇ ગયો અને પોતાના જ સાવકા દીકરાના બાળકની મા પણ બનવાની છે તો તમને ચોક્કસ નવાઈ લાગશે!

આવું જ કંઈક રૂસની રહેનારી 37 વર્ષની મહિલા મરીના બલમશેવા સાથે થયું છે. રિપોર્ટના આધારે મરીનાએ પતિ એલેક્સી શેરવીન સાથે છૂટાછેડા લીધા હતા જેના બાદ તેને પોતાના જ સાવકા દીકરા વ્લાદિમીર શેરવીન સાથે પ્રેમ થઇ ગયો હતો, પહેલાથી જ એક બાળકની માં મરીનાએ વ્લાદિમીર સાથે લગ્ન પણ કર્યા હતા અને હવે તે સાવકા દીકરા વ્લાદીમીરના બાળકની માં બનવાની છે.

મરીનાએ 47 વર્ષના એલેક્સી સાથે 2007માં લગ્ન કર્યા હતા તે સમયે વ્લાદિમીર તેમની સાથે રહેતો હતો. લગ્નના 10 વર્ષ બાદ મરીનાએ એલેક્સીને છૂટાછેડા આપ્યા હતા અને સાવકા દીકરા વ્લાદિમીર સાથે લગ્ન કર્યા હતા.મરીનાએ 23 વર્ષના વ્લાદિમીર સાથે બે વર્ષ પહેલા લગ્ન કર્યા હતા.મરીનાનાં આ લગ્ન પણ તે સમયે ખુબ ચર્ચામાં રહ્યા હતા, કેમ કે તેણે પોતાના જ સાવકા દીકરા સાથે લગ્ન કર્યા હતા.

પતિથી અલગ થયા પછી બંને વચ્ચે પ્રેમ થયો અને પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. લગ્ન પહેલા મરીનાનું વજન ખુબ વધારે હતું માટે વજન ઘટડાવા અને આકર્ષક દેખાવા મરીનાએ પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી હતી.પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર મરીનાએ પોતાની વેઇટ લોસ જર્ની વિષે પણ પણ લોકોને જણાવ્યુ હતું.

મરીના એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે અને તે ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ ફેમસ છે. તેના ઇન્સ્ટા પર 6 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે. મરીના હંમેશા પતિ વ્લાદિમીર સાથેની તસવીરો ઇન્સ્ટા પર શેર કરતી રહે છે, એવામાં હાલમાં જ મરીનાએ પોતાની પ્રેગ્નેન્સીનો ખુલાસો કરીને એકવાર ફરીથી લોકોને ચોંકાવી દીધા હતા.

Krishna Patel