ખબર

પ્રેમમાં પાગલ બનેલી મામીએ ભાણીયા સાથે જ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને ઘરવાળાને આપી જાણકારી

મામી ભાણીયાએ લફરું કર્યું, સુખ પણ માણ્યું પછી કર્યો આ મોટો કાંડ, જુઓ PHOTOS

એવું કહેવાય છે કે પ્રેમને ઉંમર અને નાત જાત તેમજ સરહદોના બંધનો નથી નડતા, અને એવું પણ કહેવામાં આવે છે કે પ્રેમ આંધળો હોય છે. આવા આંધળા પ્રેમના ઘણા કિસ્સાઓ પણ આપણે સોશિયલ મીડિયા અને સમાચારોમાં જોતા હોય છે. પરંતુ હાલ જે ઘટનાનો વીડિયો સામે આવી રહ્યો છે તે જોઈને તમે પણ ચોંકી જશો !!

હાલ જે ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં એક પ્રેમમાં પાગલ બનેલી મામી પોતાના પતિને દગો આપીને ભાણીયા સાથે લગ્ન કરતી જોવા મળી રહી છે અને આ લગ્નની જાણકારી બંને સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો શેર કરીને આપી રહ્યા છે.

આ પ્રેમી યુગલનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોની અંદર ભાણિયો તેની મામીના સેંથામાં સિંદૂર ભરતો જોવા મળી રહ્યો છે. તો માંગ ભર્યા બાદ મામી ભાણિયાના પત્નીના રૂપમાં ચરણ સ્પર્શ કરતી પણ જોવા મળી રહી છે.

આ અનોખો મામલો બિહારના જમુઈ જિલ્લાના ગીદ્ધોર પ્રખંડ ક્ષેત્રેના રતનપુર શાહ ટોલાનો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના લખીસરાય જિલ્લાના મનનપુર ગામ નિવાસી યુવકના લગ્ન ઝાઝા પોલીસ સ્ટેશનના ડુમરો ગામમાં રહેવાવાળી યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ બંને મુંબઈમાં રહેતા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તેમનો ભાણો ચંદન કુમાર પણ ત્યાં જ રહેતો હતો અને રીક્ષા ચલાવવાનું કામ કરતો હતો. આ દરમિયાન જ મામી અને ભાણીયા વચ્ચે પ્રેમ થઇ ગયો. લોકડાઉન થવાના કારણે બધાને ગામ જવું પડ્યું. જેના બાદ ભાણીયા ચંદન કુમ્મરે તેના મામી સાથે ભાગીને લગ્ન કરી લીધા. ચર્ચાએ પણ છે કે લગ્ન કર્યા બાદ મામી અને ભાણિયો ટ્રેન પકડી અને મુંબઈ પાછા ચાલ્યા ગયા.