કહેવાય છે કે પહેલો સગો તમારો પાડોશી હોય છે, જેથી તમારે તમારા પાડોશીઓ સાથે સંબંધો સારા રાખવા જોઈએ. ઘણીવાર આપણે જોતાં હોઈએ છીએ કે અમુક પાડોશી એવા પણ હોય છે કે એક બીજા સાથે ઝગડો કરતાં હોય તો ક્યાંક હાલી મળીને પણ રહેતા હોય, એવા અનેક કિસ્સાઓ આપને જોતાં હોઈએ છીએ. હાલ તમને એક એવો જ વીડિયો બતાવવા જઈ રહ્યા છે બે પાડોશીઓનો જી હા..સોશિયલ મીડિયામાં એક વીડિયો કે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઇંગ્લેન્ડની એક મહિલાએ તેની વૃદ્ધ પાડોશીની મદદ કરવા માટે એવું વિચાર્યું કે લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા. હકીકતમાં મહિલા ઘરમાં નહોતી, ત્યારે તેની વૃદ્ધ પાડોશી ઘરની બહાર થેલીમાં સામાન મૂકી ગઈ, જ્યારે મહિલાએ સામાન જોયો તો તે ચોંકી ઉઠી.
એક અહેવાલ અનુસાર, ઇંગ્લેન્ડની રહેવાસી ડેનિએલ કે જે તેની વૃદ્ધ પાડોશીના કારણે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. તેની વૃદ્ધ પાડોશી ઘણીવાર તેના દરવાજા પર રહસ્યમય પાર્સલ મૂકી જાય છે, પરંતુ તેમાં શું હોય છે, તે જાણીને તમે હેરાન થઈ જશો. ડેનિએલનું કામ સેકન્ડ હેન્ડ કપડા ઓનલાઇન વેચવાનું છે. તેણે જણાવ્યું કે તેની વૃદ્ધ પાડોશી ઇન્ટરનેટનો ઉપયોગ નથી કરતી અને પોતે કંઈ વેચી શકતી નથી, તેથી તે પાડોશીની મદદ કરે છે. આ સારા કામ માટે ડેનિએલ તેમની પાસેથી કોઈ પૈસા નથી લેતી. તે ફક્ત તેમના આપેલા કપડાઓને સારા ભાવમાં વેચે છે અને બધી કમાણી તેમને આપી દે છે.
ડેનિએલ કહે છે, “હું જ્યારે પણ ઘેર પાછી આવું છું, દરવાજા પર એક બેગ પડેલી હોય છે. મને ક્યારેય ખબર નથી હોતી કે તેમાં શું છે. આ વખતે જે મળ્યું છે તે તો અદ્ભુત છે, એક શાનદાર લાલ રંગનો Burberry ટ્રેન્ચ કોટ. આ બિલકુલ નવાની જેમ લાગતું હતું, કદાચ ક્યારેય પહેર્યો નહોતો.” ડેનિએલને બીજા પાર્સલમાં પણ એક Burberry ટ્રેન્ચ કોટ મળ્યો, થોડો નાનો, પરંતુ એટલો જ સ્ટાઇલિશ. તે હસતા કહે છે, “આજે ફક્ત બે આઇટમ મળ્યા છે, પરંતુ જ્યારે તમારા દરવાજા પર Burberry હોય, તો બીજું શું જોઈએ?” આ વીડિયોને લાખો લોકોએ જોયો અને હજારો લોકોએ કોમેન્ટ કરીને ખુશી વ્યક્ત કરી.
View this post on Instagram