ફ્રિજની મદદ લીધા વિના જ આ મહિલાએ પંખાથી બનાવી દીધો ફટાફટ આઈસ્ક્રીમ, દેશી જુગાડનો વીડિયો થયો વાયરલ… જુઓ

આ મહિલાએ દેશી જુગાડનો ઉપયોગ કરીને બનાવ્યો એવો ફટાફટ આઈસ્ક્રીમ કે આનંદ મહિન્દ્રા પણ જોઈને રહી ગયા હક્કાબક્કા, જુઓ વીડિયો

ભારત અને જુગાડનો નાતો વર્ષો જૂનો છે. આપણા દેશમાં કોઈપણ સમસ્યા માટે કોઈને કોઈ જુગાડ તમને જરૂર મળી જશે. પુરુષોની જેમ મહિલાઓ પણ પોતાના કામને આસાન કરવા માટે જુગાડનો સહારો લેતી હોય છે. ત્યારે આવા જુગાડના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા હોય છે. બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પણ આવા ઘણા વીડિયોને સોશિયલ મીડિયામાં શેર પણ કરતા હોય છે.

ત્યારે હાલ ઉનાળો ચાલુ થઇ ગયો છે અને ઉનાળો શરૂ થતાં જ લોકો તેમના મનપસંદ આઈસ્ક્રીમ વિશે વિચારવા લાગે છે. ઉનાળાના આ તડકામાં બાળકોથી લઈને વડીલો સુધી દરેક જણ પોતાને આઈસ્ક્રીમ ખાવાથી રોકી શકતા નથી. આ જ કારણ છે કે આજે અલગ-અલગ ફ્લેવર લોકોના સ્વાદને વધુ વધારવા માટે કામ કરી રહ્યા છે. તાજેતરમાં, આવા જ એક આઈસ્ક્રીમનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે, જેને બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રાએ તેમના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે.

આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં એક મહિલા અદ્ભુત જુગાડ સાથે ઈન્સ્ટન્ટ આઈસ્ક્રીમ તૈયાર કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં મહિલા પંખાની મદદથી દેશી રીતે આઈસ્ક્રીમ બનાવતી જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે આનંદ મહિન્દ્રાએ કેપ્શનમાં લખ્યું, ‘જ્યાં ઇચ્છા હોય છે, ત્યાં રસ્તો હોય છે. તમે ફક્ત ભારતમાં જ હાથ અને પંખાની મદદથી બનેલો આઈસ્ક્રીમ જોઈ શકો છો.

2 મિનિટ 31 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને આ વીડિયો પર યુઝર્સની સારી પ્રતિક્રિયા પણ જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે મહિલા આઈસ્ક્રીમના મિશ્રણને સ્ટીલના મોટા કન્ટેનરમાં નાખીને તૈયાર કરી રહી છે. તે પછી તે તેને એક મોટા કન્ટેનરમાં ફેરવે છે અને પછી તેને બરફથી ભરે છે. આ પછી, મહિલા તેને સીલિંગ ફેન સાથે બાંધે છે અને તેને ચાલુ કરે છે. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે કેવી રીતે પંખો ધીમે-ધીમે ફરે છે અને થોડીવાર પછી આઈસ્ક્રીમ સેટ થઈ જાય છે. વીડિયોના અંતમાં મહિલા એક બાઉલમાં આઈસ્ક્રીમ કાઢીને સર્વ કરે છે.

Niraj Patel