લગ્નના ત્રણ વર્ષમાં પોતાના પતિને છોડી ભાગી જનારી પરણિતા 8 વર્ષે રૂકસાના બનીને ખંભાળિયાથી ઝડપાઇ

ગુજરાતમાં એક યુવકને પરણી હતી કાજલ બારૈયા નામની યુવતી. લગ્નના ત્રણ વર્ષ બાદ અચાનક ગાયબ થઈ ગઈ પછી એક દિવસ

સંબંધોને શર્મસાર કરતા ઘણા કિસ્સાઓ સામે આવે છે, ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને કોઈપણ વ્યક્તિનું હૃદય હચમચી જાય. લગ્નના ત્રણ વર્ષ બાદ જ પોતાના પતિને છોડીને ભાગી ગયેલી પત્ની 8 વર્ષ બાદ પાછી મળી અને તે પણ પોતાના નામ, નાત, જાત ભુલાવીને નવા નામ અને નવી સરનેમ સાથે.

ખંભાળિયામાં રહેતા એક લોહાણા જ્ઞાતિના યુવકના લગ્ન આજથી આશરે 12 વર્ષ પહેલા વડોદરા જિલ્લામાં રહેતી એક યુવતી સાથે થયા હતા. પરંતુ લગ્નન ત્રણ વર્ષ બાદ આ યુવતી પતિને કહ્યા વિના જ અચાનક ક્યાંક ગાયબ થઇ ગઈ હતી.

પોતાની પત્નીના ગુમ થવાના કારણે તેનો પતિ પણ ખુબ જ પરેશાન રહેવા લાગ્યો, તેને બધે જ શોધખોળ કરી પરંતુ તેનો પત્તો ક્યાંય લાગ્યો નહીં, આખરે તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને પોલીસ દ્વારા તેની તપાસ એસઓજીને સોંપવામાં આવી હતી.

પોલીસ દ્વારા પણ ઊંડી તપાસ કરવામાં આવી છતાં પણ તે પરણિત મહિલાની કોઈ ખબર મળી નહિ. અચાનક આઠ વર્ષ બાદ પોલીસને બાતમી મળી કે તે ખંભાળિયામાં આવી છે અને તરત જ પોલીસે તેની ધરપકડ કરી હતી.

ધરપકડ બાદ જયારે ગુમ થયેલી પરણિત મહિલાની પુછપરછ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તે મહિલાએ પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું. તેને બાલાસિનોરમાં રહેતા કોઈ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લીધા હતા અને હવે તે રૂકસાના બની ગઈ હતી.

પોલીસે આ મહિલાને કોર્ટમાં હાજર કરી જ્યાં કોર્ટ દ્વારા મહિલાને જેલની સજા કરવામાં આવી છે.

Niraj Patel