સોસાયટીમાં રમી રહેલા બાળકને મહિલાએ કચડી નાખ્યો ગાડીથી, નીચે ઉતરી હાલત જોઈ થઇ ગઈ રફુચક્કર, કેમેરામાં કેદ થઇ ઘટના

સોશિયલ મીડિયા પર ગાઝીયાબાદથી એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને તમે પણ કહેશો કે માણસાઈ ખરેખર મરી ગઈ છે. લોકો આ વીડિયો જોઈને ગુસ્સામાં છે અને કહી રહ્યા છે કે આવું કોઈ કેવી રીતે કરી શકે. વીડિયો એક સોસાયટીનો છે, જ્યાં એક મહિલા એ તેની કારથી બાળકને કચડી નાખ્યો અને તેને હોસ્પિટલ લઇ જવાના બદલે ત્યાંથી ભાગી ગઈ.

આ આખી ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે.આ વાયરલ વીડિયો ગાઝીયાબાદની એસજિ ગ્રેડ સોસાયટીનો કેહવામાં આવી રહ્યો છે. જેમાં ઘણા બાળકો બહાર રમી રહ્યા છે, તયારે જ પાછળથી એક સફેદ રંગની કાર આવે છે અને નીચે બેઠેલા બાળકને ટક્કર મારી તેના પર ટાયર ચડાવી દે છે. તેના પછી આજુ બાજુના લોકો તેને રોકે છે અને બાળકને કારની નીચેથી નિકાળવામાં આવે છે. આ કારને એક મહિલા ચલાવી રહી હોઈ છે.

જે આ ઘટના પછી ગાડીમાંથી નીચે ઉતારે છે અને બાળકની હાલત જોઈને ત્યાંથી રફુચક્કર થઇ જાય છે.વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાને એક ક્ષણ માટે તેની ભૂલનો અહેશાસ થાય છે અને તે બાળક તરફ ભાગે છે, પરંતુ બાળક જયારે પોતાના પગ પર ઉભો થઇ શકતો નથી તયારે મહિલા ભાગીને ગાડીમાં બેસી જાય છે અને તરત જ ત્યાંથી નીકળી જાય છે. આ દરમિયાન લોકો પાછળથી ગાડીને રોકવાનો પ્રયાસ કરે છે.

આ વીડિયોને જેટલા પણ લોકોએ જોયો છે, તેઓ પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શકતા નથી અને મહિલાની ધરપકડની માંગ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે આ મહિલાને કોઈએ રોકી કેમ નહિ. બીજા યુઝરે લખ્યું કે મોટી ગાડી વાળાઓને મોટો અભિમાન હોઈ છે. ઘણા લોકો ભારતના કાયદાને લઇને પણ વાત કરી રહ્યા છે. તેમનું કેહવું છે કે મહિલાની ઓળખ ભલે થઇ ગઈ હોઈ પણ તેની સામે કોઈ પગલાં લેવામાં આવશે નહિ.

Devarsh
error: Unable To Copy Protected Content!