મેટ્રોમાં બિકિની ગર્લ બાદ હવે સાડી ગર્લ: પ્લેટફોર્મ પર લાલ સાડી પહેરી કર્યો એવો ધાંસૂ ડાંસ કે વીડિયો થયો વાયરલ

લાલ સાડીમાં દિલ્લી મેટ્રો સ્ટેશન પર નાગિનની જેમ ઇતરાઇ આ છોકરી, ભોજપુરી ગીત પર લગાવ્યા દેસી ઠુમકા

આજકાલ તો સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઇના કોઇના વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે રીલ્સના જમાનામાં ક્યારે શું વાયરલ થઇ જાય તે ખબર નથી રહેતી. દિલ્લી મેટ્રો થોડા દિવસથી ઘણી ચર્ચામાં છે. બિકી ગર્લની તસવીર અને વીડિયો, કપલનો કિસ વીડિયો તેમજ મહિલાનો પેપર સ્પ્રે નાખવાનો વિવાદ કેટલાય દિવસથી હેડલાઇન્સમાં છે. ત્યારે હવે વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

જેમાં એક છોકરી દિલ્લી મેટ્રો સ્ટેશન પર ભોજપુરી ગીત પર જોરદાર ડાંસ કરતી જોવા મળી રહી છે. આ છોકરી લાલ સાડી પહેરી પ્લેટફોર્મ પર ડાંસ કરી રહી છે. છોકરીની ઓળખ અવનિ કારિશ તરીકે થઇ છે. આ વીડિયો તેણે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે. તે મશહૂર ભોજપુરી ગીત સજ કે સંવર કે પર ડાંસ કરતી જોવા મળી રહી છે. આ ગીત ખેસારી લાલ યાદવ અને પ્રિયંકા સિંહનું છે. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ જોયો છે અને આના પણ સેંકડો લોકોએ કમેન્ટ કરી છે.

 

આ છોકરી નાગિનની જેમ ઇતરાઇ રહેલી પણ વીડિયોમાં જોઇ શકાય છે. જ્યાં કેટલાક લોકો ડીએમઆરસીને તમામ પ્રકારની ફોટોગ્રાફી અથવા વિડિયોગ્રાફી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે, તો કેટલાક લોકોનું કહેવું છે કે CISFએ આવા વીડિયો પર અંકુશ લગાવવા માટે પગલાં લેવા જોઈએ. જો કે કેટલાક લોકો એવા છે જેઓ આ છોકરીની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Avnikarish Avnikarish (@avnikarish)

Shah Jina