આ ભાભીએ પાર્ટીમાં ડાન્સ કરતા કરતા કહ્યુ, “મેરે સ્વીટુ, મેરે શોના, મેરે મજનૂ, મેરે હસબન્ડ મુજે પ્યાર નહી કરતે..”

મેરે હસબન્ડ મુજકો પ્યાર નહી કરતે…ગીત પર ભાભીજીનો ડાન્સ જોઇ લોકો પણ રહી ગયા હેરાન !

મેરે સ્વીટુ, મેરે શોના, મેરે મજનૂ, મેરે હસબન્ડ મુજે પ્યાર નહી કરતે…ગીત પર એક મહિલાએ એવો ડાંસ કર્યો કે ઇન્ટરનેટની પબ્લિક તેની ફેન થઇ ગઇ. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ઉત્તરપ્રદેષના અલીગઢનો છે, જ્યાં એક મહિલાએ ફેમીલી ફંક્શનમાં પોતાના ડાંસ પરફોર્મન્સથી બધાનું દિલ જીતી લીધુ. હવે ભાભીજીનો આ ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયો પર ઘણા યુઝર્સ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ- પહેલીવાર ફેમીલી ફંક્શનમાં આવો ડાન્સ જોયો. ત્યાં અન્ય એકે લખ્યુ- આ ભાભીજીએ તો તેમના ડાન્સથી ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો. આ વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે એક સાડી પહેરેલી મહિલાની આસપાસ ઘણા લોકો છે. તે ગીત ગાઇ અને તેના પર સ્ટેપ્સ કરી લોકોને જણાવી રહી છે કે, મેરે હસબન્ડ મુજે પ્યાર નહી કરતે. એ કેમેરાને જોતા ગાઇ રહી છે- બધી વાત પર ઓકે ઓકે કરતા…

મેરે સ્વીટુ, મેરે શોના, મેરે મજનૂ, મેરે હસબન્ડ મુજે પ્યાર નહી કરતે…આ દરમિયાન મહિલાના એક્સપ્રેશન એટલા જોરદાર છે કે યુઝર્સ ક્લિપને એક-બે વાર નહિ પણ વારંવાર જોઇ રહ્યા છે. જણાવી દઇએ કે, આ ગીત 2017માં કોમેડિયન અને એક્ટર સુનીલ ગ્રોવરે ગાયુ હતુ. તેણે મશહૂર કિરદાર રિંકુ ભાભી બનીને મેરે હસબન્ડ મુજે પ્યાર નહી કરતે, જીંદગી બર્બાદ હો ગિયા…પર એક ડાંસ વીડિયો બનાવ્યો હતો, જેને લોકોએ ઘણો પસંદ કર્યો હતો.

Shah Jina