ભાવનગર : પોલીસ તંત્રમાં શોકનું મોજું ! પરેડ બાદ ઘરે પહોંચેલ 28 વર્ષિય મહિલા પોલિસકર્મીનું હાર્ટ એટેકથી મોત

ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ પરેડમાંથી ઘરે ગઈ, અચાનક હાર્ટ બેસી જતાં થયું મોત, પોલીસ બેડામાં શોક

Bhavnagar heart attack news : ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના મામલા વધતા જઇ રહ્યા છે. યુવાઓથી લઇને આઘેડ વયના લોકોને અચાનક હાર્ટ એટેક આવતા મોતને ભેટતા હોવાના ચોંકાવનારા મામલા સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કવિતાબેન ભટ્ટને હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયુ છે.

પરેડ બાદ ઘરે પહોંચેલી મહિલા પોલીસ કર્મચારીને આવ્યો હાર્ટ એટેક
કવિતાબેન ભાવનગરમાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા, ત્યારે પરેડમાંથી ઘરે ગયા બાદ અચાનક જ તેમને હાર્ટ એટેક આવતા પરિવારજનો તેમને લઇને હોસ્પિટલ ગયા પણ તેમનું નિધન થતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. આ ઉપરાંત પોલીસ બેડામાં પણ ગમગીની છવાઈ ગઈ હતી.

28 વર્ષની નાની ઉંમરમાં જ હાર્ટ એટેક ભરખી ગયો
28 વર્ષની ખૂબ જ નાની ઉંમરમાં ભાવનગરના ભાખલપરા ગામના કવિતાબેનનું મોત થતા પરિવારમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ થોડા દિવસ પહેલા મૂળ બીલીમોરાનો અને ગાંધીનગર અભ્યાસ કરતા 21 વર્ષનો આયુષ ગાંધી પણ હાર્ટ એટેકને કારણે મોતને ભેટ્યો હતો. આયુષ ગાંધીનગરમાં આઈટી ફિલ્માં અભ્યાસ કરતો હતો.

Shah Jina