લો બોલો.. આ મહિલાએ ઓનલાઇન શોપિંગ એપ પરથી મંગાવ્યું બ્રેસલેટ, ખોલીને જોયું તો હોશ ઉડી, વીડિયો જોઈને તમે પેટ પકડીને હસવા લાગશો, જુઓ

ઓનલાઇન મહિલાને શોપિંગ કરવું પડી ગયું ભારે, ઓર્ડર કર્યું બ્રેસલેટ અને નીકળી એવી વસ્તુ કે વીડિયો શેર કરીને કહ્યું, “મને કહેતા પણ શરમ આવે છે !” જુઓ

Woman cheated in online order : આજકાલ મોટાભાગના લોકો ઓનલાઇન શોપિંગ કરતા હોય છે, કારણે કે ઓનલાઇન વસ્તુઓ સારા ભાવમાં મળી જતી હોય છે અને સમયનો પણ બચાવ થતો હોય છે. ખાસ કરીને લોકો વિશ્વાસુ એપ્લિકેશન પરથી જ સામાન મંગાવવાનું વધારે પસંદ કરતા હોય છે, પરંતુ ઘણીવાર આપણે જે સામાન મંગાવ્યો હોય તેના કરતા કોઈક બીજી જ વસ્તુ પાર્સલમાં આવી જતી હોય છે. આવી ઘણી ઘટનાઓ તમે જોઈ હશે !

ત્યારે હાલ પણ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને ઐશ્વર્યા ખજુરિયા દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં શોપિંગ વેબસાઈટ મીશોના તેના ઓનલાઈન ઓર્ડરમાં ખામી બતાવવામાં આવી છે. જે લોકો ઓનલાઇન ખરીદી કરતા હશે તેમને ખબર જ હશે કે અહીંયા પ્રોડક્સ્ટ કેટલી સસ્તી મળતી હોય છે.

ઐશ્વર્યાએ આ વેબસાઇટ પરથી બટરફ્લાય બ્રેસલેટ મંગાવ્યું હતું, પરંતુ જયારે તેને બોક્સ ખોલીને જોયું ત્યારે તો તેના હોશ જ ઉડી ગયા. બોક્સમાંથી તેને ક્રીમની ખાલી ડબ્બી મળી હતી. આ સમગ્ર ઘટનાને ઐશ્વર્યા દ્વારા મોબાઈલ કેમેરામાં કેદ કરી લેવામાં આવી છે અને પછી તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દેવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ️ (@aishwarya_khajuria)

વીડિયોમાં તે એમ પણ કહી રહી છે કે ભૂલથી ડિલિવરી બોયની પત્ની મેકઅપ કરી રહી હશે અને ઉતાવળમાં બ્રેસલેટની જગ્યાએ તેને ખાલી ડબ્બી મૂકી દીધી હશે. ત્યારે આ વીડિયોને હવે લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને પેટ પકડીને હસી પણ રહ્યા છે. ઘણા લોકો પોતાના શોપિંગ અનુભવને પણ કોમેન્ટ સેક્શનમાં શેર કર્યા છે.

Niraj Patel