મોઢામાં સિગારેટ નાખીને ખતરનાક સાપને પકડવા લાગી આ મહિલા, વીડિયો જોઈને તમારા રૂંવાડા ઉભા થઇ જશે

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા આપણે જોઈએ છીએ, ખાસ કરીને પ્રાણીઓને લગતા વીડિયોને લોકો ખુબ જ પસંદ કરતા હોય છે, એમાં પણ સાપનું રેસ્ક્યુ કરવાના વીડિયો સોશિયલ મીડિયામાં અવાર નવાર વાયરલ પણ થતા હોય છે, પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે ખુબ જ ચોંકાવનારો છે.

આજે જમાનો ખુબ જ આગળ નીકળી ગયો છે અને સ્ત્રી આજે કોઈપણ કામ કરી શકે છે. ત્યારે આ વીડિયોમાં પણ એવો જ નજારો જોવા મળી રહ્યો છે, જેમાં એક સ્ત્રી સિગારેટ પિતા પિતા એક ઝેરીલા સાપને પકડી રહી છે. આ વીડિયો જોવામાં ખુબ જ ભયાનક છે, પરંતુ લોકો આ મહિલાની બહાદુરીની પ્રસંશા કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા સાપની આસપાસ ફરતી જોવા મળે છે. તેના હાથમાં સિગારેટ છે અને તેની નજર સાપ પર છે. તે સિગારેટ તેના મોંમાં મૂકે છે અને પછી નિર્ભયપણે સાપને મોઢા પાસેથી પકડી લે છે. સાપને પકડીને તે તેને રસ્તાની બાજુના ખેતરમાં છોડી દે છે. આ વીડિયો 15 માર્ચે ઈન્સ્ટાગ્રામ પર અનલાદ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by UNILAD (@unilad)

આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને 85 હજારથી વધુ લાઈક્સ પણ આવી ચૂક્યા છે. યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે અને મહિલાની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. કેપ્શનમાં લખ્યું છે કે આ વીડિયો બ્રાઝિલનો છે. અહીં જબોટિકેબલ શહેરના એક વિસ્તારમાં વચ્ચેના રસ્તા પર એક સાપ આવ્યો. ત્યારે જેકલીન નામની મહિલાએ તેને સરળતાથી પકડી લીધો અને તેને મેદાનમાં છોડી દીધો.

Niraj Patel