મંદિરમાં એક મહિલાએ ભગવાનને પતિ માનવાનો કર્યો દાવો, જીદ પર આવીને ત્યાં જ બેસી ગઈ, પછી મહિલાના વાળ પકડી ઘસેડીને કાઢવામાં આવી બહાર.. વીડિયો વાયરલ

મહિલાને વાળથી ઘસેડીને મંદિરની બહાર કાઢવામાં આવી, લાતો અને થપ્પડો પડી…જુઓ વીડિયો

ઈશ્વરમાં દરેક વ્યક્તિને આસ્થા હોય છે અને ઘણા લોકો એવા પણ હોય છે જે ઈશ્વરની ભક્તિમાં એવા ડૂબી જાય છે કે તેમને દુનિયાનું પણ ભાન નથી રહેતું. નરસિંહ મહેતા.. મીરા બાઈ જેવા ઘણા ઉદાહરણો આપણી પાસે છે. મીરાંબાઈએ શ્રી કૃષ્ણને જ પોતાના ભરથાર માની લીધા હતા અને આખી જિંદગી તેમની જ પૂજા કરી. પરંતુ આજના સમયમાં આવી ઘટનાઓ સામે આવવી એ માત્ર કલ્પના બરાબર જ છે.

પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તેને લઈને લોકો પણ હેરાન રહી ગયા છે. બેંગલુરુના ભગવાન વેંકટેશ્વર મંદિરમાં એક શરમજનક ઘટના સામે આવી છે. મહિલાએ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં વેંકટેશ્વર મંદિરના કર્મચારીઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. મંદિરમાં ગયેલી મહિલા ભગવાનની મૂર્તિ પાસે બેસવાની જીદ કરી રહી હતી. જેના પર મંદિરના સ્ટાફે વાંધો ઉઠાવ્યો હતો. જ્યારે મહિલા ઉભા થવા માટે રાજી ન થઈ તો તેને મંદિરની બહાર વાળ પકડીને ખેંચવામાં આવી. વીડિયો સામે આવ્યા બાદ મંદિર પ્રશાસન અને દેવતાની આસપાસ હાજર પૂજારીઓના વર્તન પર સવાલો ઉઠી રહ્યા છે.

ઘટના 21 ડિસેમ્બરની છે. પરંતુ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મહિલાએ અમૃતહલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. મહિલાએ પોલીસને જણાવ્યું કે તે ભગવાન વેંકટેશ્વરની પત્ની હોવાનો દાવો કરે છે. જ્યારે તેણે વેંકટેશ્વર મંદિરમાં દેવતાની મૂર્તિ પાસે બેસવાનો આગ્રહ કર્યો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો. મહિલાએ મંદિરના કર્મચારીઓ પર તેની સાથે મારપીટ કરવાનો અને તેના વાળ ખેંચવાનો આરોપ લગાવ્યો.

મંદિરની અંદરની આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાને વેંકટેશ્વર મંદિરની બહાર ખેંચીને લઈ જવામાં આવી રહી છે. એક પુરુષ એક મહિલાને તેના વાળથી મંદિરના ફ્લોર પર ખેંચતો જોવા મળે છે. તે વિરોધ કરે છે પરંતુ તે તેને મંદિરના દરવાજામાંથી બહાર ધકેલી દે છે. પુરુષ મહિલાને થપ્પડ પણ મારે છે. પછી તે મહિલાને મારવા માટે લાકડી ઉપાડે છે. આ મામલે ફરિયાદ બાદ અમૃતહલ્લી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

Niraj Patel