એક પગ પર ઊભી રહી રીવરફ્રન્ટ પર ચાનો સ્ટોલ ચલાવતી યુવતી ધ્રુસકેને ધ્રુસકે રડી પડી, બોલી- હું કંઈ કચરો છું…જુઓ વીડિયો

હાલમાં અમદાવાદના રિવરફ્રન્ટ પાસે એક વિકલાંગ યુવતિ કે જે ટી સ્ટોલ ચલાવે છે, તે ઘણી ચર્ચામાં છે. નેહા ભટ્ટ નામની આ યુવતીએ અકસ્માતમાં તેનો એક પગ ગુમાવ્યો હતો પણ તેણે પોતાનું મનોબળ મક્કમ રાખ્યુ અને તે પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની જીવન જીવી રહી છે. આ યુવતી રિવરફ્રન્ટ પાસે ટી સ્ટોલ ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. કેટલાક સમય પહેલા નેહાની કહાની વાયરલ થઇ હતી. ત્યારે આજે ફરી એકવાર આ યુવતી ચર્ચામાં આવી છે. નેહા ભટ્ટનો ટી સ્ટોલ પોલીસે દૂર કરતા તે ધ્રુસકેને ધ્રુસ્કે રડી પડી હતી.

આ દરમિયાનનો વીડિયો પણ સામે આવી રહ્યો છે અને વીડિયોમાં તે પોલીસ અધિકારીઓને વ્યથા વ્યક્ત કરતા પણ જણાવે છે. તે કહી રહી છે કે, તમે વિક્લાંગ દીકરીને હેરાન કરી રહ્યા છો, તમે કીધું હોત કે આજે CM સાહેબ આવે છે તો હું જતી રહેત. હું પણ માણસ છું અને હું પણ તેમની રિસ્પેક્ટ કરું છું. હું કોઇનું ખરાબ નથી કરતી. તેણે આગળ કહ્યુ- હું ખોટી નથી અને ખોટું પણ નથી બોલતી. ગરીબ છું પણ કામ કરું છું, કાંઇ ચોરી નથી કરતી અને ના તો ભીખ માંગુ છુ. તે કહે છે કે ગુજરાતની બધી પબ્લિક મને સપોર્ટ કરે છે.

નેહા આગળ કહે છે કે,આટલી બધી લારીઓ ચાલે છે અને એ કોઈ નથી હટાવતા પણ દરરોજ મને હેરાન કરવા માટે આવે છે. મહિલાએ કહ્યું કે, ‘પ્રેમથી કીધું હોત કે સીએમ સાહેબ આવે છે બહેન આજે જતી રે, આવતીકાલે આવી જજે તો હું ના પાડત. મારી પાસે રેકોર્ડિંગ છે, હપ્તા ખાઈ ખાઈને આ લોકો લારીઓ ઊભી રાખવા દે છે. એમનો માણસ કહીને ગયો કે કાલે લારી ન રાખતા AMC વાળા આવવાના છે. આજે એકપણ લારી નથી આવી. તમે આજ પોલીસ સ્ટેશનમાં હોવ તો જોજો દરરોજ અહીંયા લારીઓ ઊભી રહે છે.

હું ખોટી નથી, હું સાબિતી વગર નથી બોલતી અને પગ નથી આવી દીકરીને હેરાન કરો છો.’ જણાવી દઇએ કે, નેહા મૂળ માહુવાના સામાન્ય પરિવારની દીકરી છે અને આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેણે 12 ધોરણ પછી અભ્યાસ છોડવો પડ્યો. તેણે PTCનો કોર્સ કરી શાળામાં નોકરી મેળવી અને ત્યારે તેને લાગ્યુ કે હવે ગરીબીથી આંશિક રાહત મળશે. તે ભાડાના નાના ઘરમાં રહેતી તો તેણે પછી પોતાનું ઘર લેવાનું નક્કી કર્યું પણ કુદરતને તો કંઇક બીજુ જ મંજુર હતુ. તેણે બેન્ક લોન માટે એપ્લાય કર્યું.

મહુવાની ખાનગી બેન્કમાંથી તેને ફોન આવ્યો અને તે અમદાવાદથી મહુવા જવા નીકળી. જો કે, આ દરમિયાન બગોદરા પાસે ST બસ અને ટ્રક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ અને તે દરમિયાન તેના એક પગને કાપવો પડ્યો હતો. જો કે, તે હિંમત ન હારી અને એક પગ ઊભી રહી. તેણે પોતાનું મન મક્કમ કર્યુ અને પરિવારને આર્થિકરીતે મદદરૂપ થવા તે રિવરફ્રન્ટ પાસે ટી સ્ટોલ ચલાવે છે. નેહા ભટ્ટ હાલ અટલ બ્રિજ રિવરફ્રન્ટની સામે એમપ્યુ ટી ચલાવી રહી છે. આ સાથે તેણે ઓનલાઈન ઈ-ચાનો નવો કોન્સેપ્ટ શરૂ કર્યો છે. જેમાં ઓનલાઈન પેમેન્ટ કરી તમે જરૂરિયાતમંદ લોકોને ચા પીવડાવી શકો છો.

Shah Jina