શું કોરોના સંક્રમિત થયા વિના પણ થઇ શકો છો બેલ્ક ફંગસનો શિકાર ? જાણો વિશેષજ્ઞોનું તેના વિશે શું કહેવું છે ?

શું તમને કોઈ દિવસ કોરોના ન થયો હોય તો તમે બની શકશો બ્લેક ફંગસનો શિકાર? જાણો શું કહે છે નિષ્ણાતો

કોરોનાના કહેર વચ્ચે કોરોનાથી સાજા થઇ રહેલા ઘણા લોકોની અંદર બ્લેક ફંગસની બીમારી જોવા મળી રહે છે. જેને મ્યુકરમાઇકોસિસ પણ ખહેવામાં આવે છે. અત્યાર સુધી તેની ચપેટમાં ઘણા લોકો આવી ગયા છે. ત્યારે હવે મનમાં એ પ્રશ્ન પણ થાય કે શું બેલ્ક ફંગસ એવા લોકોમાં પણ થઇ શકે જેને કોરોનાનું સંક્ર્મણ ના થયું હોય ? (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ત્યારે આ બાબતે નીતિ આયોગના સદસ્ય વીકે પૉલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, “આ એક સંક્ર્મણ છે, જે કોરોના પહેલાથી જ હાજર હતું. બ્લેક ફંગસ વિશે મેડિકલ છાત્રોને જે શીખવવામાં આવે છે કે આ ડાયાબિટીસથી પીડિત લોકોને સંક્રમિત કરે છે. અનિયંત્રિત મધુમેહ અને કેટલીક અન્ય મહત્વપૂર્ણ બીમારીના સંયોજનથી બેલ્ક ફંગસ થઇ શકે છે.”

આ બીમારીની ગંભીરતા વિશે જણાવતા વીકે પૉલ દ્બારા જણાવવામાં આવ્યું કે “બ્લડ પ્રેશરનું સ્તર 700-800 સુધી પહોંચ જાય છે. આ સ્થિતિને કીટોએસિડોસિસ કહેવામાં આવે છે. બેલ્ક ફંગસનું હુમલો બાળકો અને વૃદ્ધમાં થવી સામાન્ય બાબત છે. નિમોનિયા જેવી કોઈ અન્ય બીમારીનો ખતરો પણ વધારી શકે છે. હવે કોરોના પણ છે જેના કારણે તેનો પ્રભાવ વધી ગયો છે.”

તો એઇમ્સના ડોક્ટર નિખિલ ટંડનનું કહેવું છે કે સ્વસ્થ લોકોએ બ્લેક ફંગસની ચિંતા કરવાની જરૂર નથી. જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ કમજોર હોય છે તેમને આ બ્લેક ફંગસનું વધારે જોખમ રહેલું છે.

Niraj Patel