ખબર

ભરૂચમાં પત્નીના આડા સંબંધોની શંકા રાખીને પતિએ દિવ્યાંગ પત્નીને ચપ્પાના ઘા મારી દીધા પણ…

દિવ્યાંગ પત્ની બીજા મર્દ સાથે રંગરેલિયા મનાવતી હોવાની પતિને થઈ શંકા ને પછી તો……

સોશિયલ મીડિયા અને સમાચારોમાં પતિ પત્ની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી જવાના કારણે થતા ઝઘડાઓ અને તેના ગંભીર પરિણામો આપણે જોતા આવીએ છીએ ત્યારે હાલ એવી જ એક ઘટના ભરૂચ જિલ્લામાંથી સામે આવી છે, જ્યાં એક પતિએ પત્નીના આડા સંબંધોની શંકા રાખી અને પત્નીને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હોવાનું સામે આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા તાલુકાના હાથાકુંડી ગામમાં રહેતી દિવ્યાંગ સરલાબેન વસાવા 8 વર્ષની બાળકી અને પતિ ભુપત વસાવા તેમજ સાસુ-સસરા સાથે સહિયારા પરિવાર સાથે રહે છે. તેણીના પતિ તેની સાથે તેના અન્ય કોઈ સાથે આડા સંબંધનો વહેમ રાખી વારંવાર ઝઘડો કરતો હતો.

આ દરમિયાન જ ૩૧મી મેના રોજ જયારે સરલાબેન ઘરે હતા ત્યારે જ પતિએ ગામના અન્ય યુવાનો સાથે આડા સંબંધોને લઈને મોટો ઝઘડો કર્યો હતો. જેમાં ગુસ્સે ભરાયેલા પતિ ભુપત વસાવાએ માથા અને ગાળાના ભાગે ચપ્પાના ઘા ઝીંકીને પત્નીને હત્યા કરી નાખી હતી.

મૃતક મહિલાના ભાઈને આ ઘટનાની જાણ થતા જ તે દોડી આવ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના બાદ વાલિયા પોલીસે હત્યા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ગણતરીના કલાકોમાં વાલિયા પોલીસે હત્યારા પતિ ભૂપત વસાવાને મૌઝા ત્રણ રસ્તા નજીક ઝાડ નીચે નિંદર માણતા જ ઝડપી પાડ્યો હતો. અને તેને જેલ ભેગો કર્યો હતો