લફરાંને લઈને પત્નીએ બીજી મહિલા અને તેના બે બાળકોને કુવામાં નાખી દીધા, માસૂમના થયા મોત, લોકોએ જોયું તો…

હૃદય કંપાવી દેનારી ઘટના: આ બિચારા 2 ફૂલ જેવા બાળકોનો શું વાંક હતો? જાણો સમગ્ર વિગત

સોશિયલ મીડિયા અને સમાચારમાં પતિ પત્ની અને વોના કિસ્સાઓ સતત સાંભળવા મળતા હોય છે. આવા ઘણા કિસ્સાઓના પરિણામ પણ ખુબ જ ખરાબ આવતા પણ આપણે જોયા હશે ત્યારે હાલમાં જે તાજા મામલો સામે આવ્યો છે તે રૂંવાડા ઉભા કરી દેનારો છે. જેમાં પતિના ચારિત્ર્ય ઉપર શંકા રાખીને પત્નીએ બીજી મહિલાના બે બાળકોની હત્યા કરી નાખી છે.

આ મામલો સામે આવ્યો છે મધ્ય પ્રદેશના બૈતુલમાંથી. જ્યાં પત્નીએ પતિના અવૈધ સંબંધોની શંકામાં ગામની જ રહેવા વાળી એક મહિલા અને તેના બે બાળકોને કુવામાં ધક્કો મારી દીધો. કુવામાં ડૂબી જવાના કારણે બે બાળકોના મોત થઇ ગયા હતા. તો મહિલાનો જીવ આસપાસના લોકોએ બચાવી લીધો હતો. પોલીસે બંને બાળકોની લાશને કુવામાંથી કાઢી અને પોસ્ટમોર્ટમ કરીને પરિવારજનોને સોંપી દીધી છે. મામલો દાખલ થયા બાદ આરોપી મહિલાની ધપરકડ કરી લેવામાં આવી છે, તો ઘાયલ મહિલાને ચિચોલી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.

આ ઘટના કન્હેગાવમાં મંગળવારની સાંજે બની હતી. જણાવામાં આવી રહ્યું છે કે મંગળવારની સાંજે સંગીતા નામની મહિલા બજારમાં ગઈ હતી અને તે ઘરે પાછી આવી રહી હતી ત્યારે ગામની જ મક્કા વાડી પાસે ઘાટ લગાવીને બેઠેલી પિંકીએ સંગીતા સાથે વિવાદ કર્યો અને ત્યારબાદ તેને કુવામાં નાખી દીધી. સંગીતાના ખોળામાં એક દોઢ વર્ષની બાળકી હતી જે સંગીતાની સાથે જ કુવામાં પડી ગઈ.

પિંકીએ સંગીતાને ધક્કો માર્યા બાદ 4 વર્ષના બાળકને પણ કુવામાં ધક્કો મારી દીધો. બંને બાળકોના કુવામાં પાડવાના કારણે મોત નિપજ્યા. જયારે સંગીતા  કુવામાં પડતા જ એક ઝાડ સાથે લટકી ગઈ તે છતાં પણ પિંકીએ સંગીતાને ઉપરથી પથ્થર માર્યા હતા, જેના કારણે સંગીતાના માથામાં પણ વાગ્યું હતું.

(પીડિત મહિલા)

બાળકો અને મહિલાને કુવામાં નાખ્યા બાદ પિંકી ઘટના સ્થળેથી ફરાર થઇ ગઈ. સંગીતા ઝાડમાં ફસાઈ હોવાના કારણે બૂમો પાડવા લાગી અને જેના કારણે ગામના કેટલાક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા અને સંગીતાને બહાર કાઢી લીધી. પરંતુ બંને બાળકોના મોત થઇ ગયા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

જણાવામાં આવી રહ્યું છે કે આરોપી મહિલા પિંકીને શંકા હતી કે તેના પતિના અવૈધ સંબંધો સંગીતા સાથે ચાલી રહ્યા છે. જેના કારણે તેને આ ઘટનાને અંજામ આપ્યો હતો.આ બાબતે સંગીતાનું કહેવું છે કે, “હું ક્યારેય તેના પતિ સાથે આ બાબતે વાત નહોતી કરતી. ગોલુ સારો માણસ છે. અમારા વચ્ચે માત્ર વાતચીત થતી હતી, પરંતુ કોઈ સંબંધ નહોતા. પિન્કી મને કારણ વગર બદનામ કરવાનો પ્રયત્ન કરતી હતી.”

Niraj Patel