માં બનવા માટે આ મહિલાએ પતિ પાસે કરી એવી એવી ડિમાન્ડ કે જાણી મગજ ચકરાવે ચઢી જશે…ફ્રીમાં નથી થતી પ્રેગ્નેટ

અબજોપતિ પતિ પાસે માં બનવા માટે આ મહિલાએ એવી એવી ડિમાન્ડ કે જાણી મગજ ચકરાવે ચઢી જશે…જુઓ તસવીરો નીચે અને શું શું ડિમાન્ડ કરી

એક મહિલાએ બાળકને જન્મ આપવાના બદલામાં તેના પતિ પાસેથી ઘણા પૈસા અને આલીશાન મહેલ સહિતની અનેક વસ્તુઓ માંગી છે. આ મહિલા દુબઈની રહેવાસી છે અને તેનો પતિ અબજોપતિ છે. મહિલા પોતાના શોખ અને વધુ પૈસા ખર્ચવાને કારણે અવાર નવાર હેડલાઇન્સમાં રહેતી હોય છે. (તમામ તસવીરો : ઇન્સ્ટાગ્રામ )

તેણે હવે તે વસ્તુઓ વિશે જણાવ્યું કે જે તે તેના પતિ પાસેથી બાળકના બદલામાં લેશે. આમાં 1 લાખ ડોલર બુર્જ ખલીફામાં જેન્ડર રીવિલ કરવા માટે, અમેરિકાના ટોચના સર્જનો દ્વારા તેનો મેકઓવર કરાવવા માટે 1.50 લાખ ડોલર, છોકરીના બ્રાન્ડ ન્યુ કપડાનું કલેક્શન, છોકરા માટે નવી યોટ(બોટ) અને 20 બેડરૂમના પેલેસનો સમાવેશ થાય છે.

સાઉદી અલ નદક નામની આ મહિલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે. ત્યારે તેણે એક વીડિયો શેર કર્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે કે- ‘મને લાગે છે કે આ એકદમ સાચું છે, તમને શું લાગે છે?’ વીડિયોના ટેક્સ્ટમાં લખ્યું છે, ‘જ્યારે મને બાળક થશે, ત્યારે હું મારા અબજોપતિ પતિ મને આ વસ્તુઓ આપશે તેવી અપેક્ષા રાખું છું.’

લોકો સાઉદીના આ વીડિયો પર કોમેન્ટ કરી અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું, ‘જ્યારે તમે વિચારો છો કે અત્યારે દુનિયામાં શું થઈ રહ્યું છે, તો આ ખોટું છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ પ્રકારની સામગ્રી શેર કરીને, સ્થાનિક છબી અને સ્ટીરિયોટાઇપ્સને ખૂબ જ ખોટી રીતે રજૂ કરવામાં આવે છે. આ ભૌતિકવાદી છે. તે સહાનુભૂતિ અને આદરના અભાવને પણ પ્રતિબિંબિત કરે છે.’

આ મહિલા ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની ભવ્ય જીવનશૈલી સાથે સંબંધિત વસ્તુઓ શેર કરે છે. ક્યારેક તે લાખો અને કરોડો રૂપિયાની શોપિંગ કરે છે, તો ક્યારેક તે લક્ઝરી કાર સાથે જોવા મળે છે, તો ક્યારેક તે વિશ્વના પ્રખ્યાત સ્થળોની પોતાની ફર્સ્ટ ક્લાસ ટ્રાવેલ વિશે જણાવે છે. જો કે, તેણે એ પણ કહ્યું કે એક અબજોપતિ સાથે લગ્ન કરવા એ તેના માટે મુશ્કેલ ભરેલુ રહ્યું છે. આ ઘણી હદ સુધી ફુલ ટાઇમ જોબની જેમ છે.

 

View this post on Instagram

 

A post shared by Soudi✨ (@soudiofarabia)

Shah Jina